________________
અષ્ટપદી- ૨૨
તે જણ પછી (બધે પરમાત્માને જેનાર) સમદશી એ તત્વવેત્તા બની રહે છે; નાનક કહે છે કે તેને આખી સૃષ્ટિને વિજેતા જાણ. (૫)
અદ્વૈતના સિદ્ધાંતનું જ્યારે સ્થાપન કરવામાં આવે છે, ત્યારે ત્યાં આગળ એક પ્રશ્ન હંમેશ રજૂ કરવામાં આવે છે, અને તે જીવના ધર્માધર્મને: “જે બધું એક જ છે ને ઈશ્વરે બધે ખેલ રચ્યો છે, તે જીવની જવાબદારી કશી ન રહી' – આમ દલીલ કરવામાં આવે છે. ભકતહૃદયને જેને આ અદ્વૈતની પ્રતીતિ છે, તેને આવો પ્રશ્ન નથી થતું,-એ દરેક ભકતનું જીવન જોતાં તરત દેખાય, છે. તેમને ઊલટું એના ઉપરથી જ દેખાય છે કે –
ત્યજી તેને બીજે કણ જાય ?
સૌને શિર એ નિરંજન રાય.” જેને મનથી હજી વિષયસેવનામાં કાંઈક તથ્ય દેખાય છે, એટલે કે લાલચ રહેલી છે, તેઓ જ કહે કે, તે પછી અમે કશાય આચાર-વિચારની શા સારુ જવાબદારી માનીએ !” જરી પણ વિચારતાં જણાશે કે, આની પાછળ “વિષય સત્ય છે, જગત સત્ય છે અથવા દૃશ્ય સત્ય છે,” એવો જ કોઈ ભાવ રહેલો છે. ઓછામાં છે એક અદ્વિતીય આત્મભાવ તો નથી જ.
૨૨ - ૨ जीअ जंत्र सभ ताकै हाथ । दीन दइआल अनाथको नाथु ॥१॥ जिसु राखै तिसु कोइ न मारै । सो मुआ जिसु मनहु बिसारै ॥२॥ तिसु तजि अवर कहाको जाइ । सभ सिरि एकु निरंजन राइ ॥३॥