________________
અષ્ટપદી- ૨૨
શબ્દાથ [ રાઉનહર = રક્ષણહાર. પદુનિહાદ = પહોંચી શકે; સરસાઈ કરી શકે. ઢ = ઊભા. ]
૨૨ – ૭ (જીવ) તેનાથી દૂર બીજે ક્યાં જવાનું હતું? (સૌના) એ રક્ષણહારનું ધ્યાન ધરવાથી જ તે ઊગરી શકે. (૧)
એ નિર્ભય પરમાત્માને જપવાથી બધા (સંસાર) ભય દૂર થાય. પ્રભુની કૃપા હોય તે જ પ્રાણી છૂટી શકે. (૨)
જેને પ્રભુ રાખે તેને દુખ શાનું રહે? તેનું નામ જપવાથી મનમાં સુખ થઈ રહે છે. (૩)
- તેની બધી ચિંતા દૂર થઈ જાય અને (પરમાત્માથી અલગ રાખનાર તેના) અહંકાર ટળે. તેવા (મુક્ત) પુરુષને પછી કઈ પહોંચી શકતું નથી. (૪)
નાનક કહે છે કે, જેને માથે શૂરા ગુરુ ઊભા છે, તેનાં બધાં કાર્યો પૂરાં થયાં જાણવાં. (૫)
૨૨ – ૮ मति पूरी अमृतु जाकी दृसटि । दरसनु पेखत उधरत सृसटि ॥१॥ चरन कमल जाके अनूप । सफल दरसनु सुंदर हरि रूप ॥२॥
૧. તેની કઈ બરાબરી કરી શકતું નથી, એ અર્થ પણ લેવાય. તેને કેાઈ ભચ-દુઃખ-મોહ પહોંચી શકે નહિ, એવો અર્થ પણ લેવાય. – સંપા.
૨. તે કૃતાર્થ – મુક્ત – થયો જાણ.-સંપા