________________
૩૦૬
શ્રીસુખ મની
सुनि उपदेसु हिरद बसावहु । मन इछे नानक फल पावहु ॥५॥
શબ્દાથ [ તા = તત્વ – સાર – રહસ્ય. તનશ = અવતરવાને. કુમાર = ધ્યેય હેતુ.]
૨૨ – ૫ સપુરુષની સંગત મેળવીને આનંદ કરે, અને પરમાનંદપ્રભુના ગુણ ગાઓ ! (૧)
રામ-નામરૂપી તત્વને વિચાર કરશે અને આ દુર્લભ મનુષ્ય-દેહને ઉદ્ધાર કરે ! (૨) - જીવને જન્મવાને એ જ હેતુ છે કે, હરિના ગુણરૂપી અમૃતવાણી રટવી. (૩)
આઠે પહર પ્રભુને હાજરાહજૂર જુએ, જેથી અજ્ઞાન મટે અને મેહાંધકાર દૂર થાય. (૪)
નાનક કહે છે કે, (ગુરુના) આ ઉપદેશને હૃદયમાં વસાવે અને મન-ઈચ્છયાં ફળ પામે ! (૫)
એટલે નૈતિક જવાબદારીને જે પ્રશ્ન ઉઠાવવામાં આવે છે, એ સાચું જોતાં, તાર્કિક માત્ર છે. ભક્તને તે આમ જ સૂઝે –
સત્ય વેપાર કરે વેપારી, પ્રભુઘર પહોંચે ખેપ તમારી. એક ટેક રાખે મન માંય,
નાનક, ફરીફરી આવે ન જાય.” ગુરુ છઠ્ઠા પદમાં એ જ વાત કહે છે –