________________
શ્રીખમની
૧૮ - ૭ હે ભાઈ (સંતનો સંગ થતાં) તપતી હતી ત્યાં ઠંડક થઈ ગઈ આનંદ પ્રવર્યો, અને દુઃખ ભાગી ગયાં. (૧) - પૂર્ણ સંતના ઉપદેશથી જન્મ-મરણને અંદેશે ટળી ગયે – (૨)
ભય દૂર થયે અને નિર્ભય બની ગયા; મનમાંથી બધા વ્યાધિઓ ક્ષય પામી નષ્ટ થઈ ગયા. (૩)
જેના અમે હતા તેણે કૃપા કરી; એટલે સંતપુરુષની સેબતમાં મુરારી પ્રભુનું નામ અમે જપવા લાગી ગયા. (૪)
નાનક કહે છે કે, હરિના યશ કાને સાંભળતાં વેંત સ્થિરતા પ્રાપ્ત થઈ અને ભ્રમને આવરે જાવ દૂર થઈ ગયે. (૫)
અંતે, પાછા પ્રભુના સ્વરૂપનાં ગુણગાન કરી અષ્ટપદી પૂરી કરે છે; પ્રભુ સગુણ – નિર્ગુણ બેઉ છે. તે જ એક સત્ય, નિરંતર વ્યાપેલું, સર્વમાં ઓતપ્રોત રહેલ તત્વ છે. સાધુના સંગથી એ જીવને દેખાઈ શકે –
૧૮ - ૮ निरगुनु आपि सरगुनु भी ओही । कला धारि जिनि सगली मोही ॥१॥ अपने चरित प्रभि आपि बनाए । अपुनी कीमति आपे पाए ॥२॥ हरि बिनु दूजा नाही कोइ । सरब निरंतरि एको सोइ ॥३॥ मोतिपोति रविआ रूप रंग । भए प्रगास साधकै संग ॥४॥