________________
શ્રીરામની (સકળ સૃષ્ટિને) કરતા-કરવતા તે પ્રભુ સમર્થ છે. તેના નામરૂપી (ઉત્તમ) વસ્તુને દઢ રીતે પકડી રાખ. (૩)
એ નામરૂપી ધનને જ સંચય કરીને ભાગ્યવાન બન. સંતજનોને એ જ નિર્મળ ઉપદેશ છે. (૪)
નાનક કહે છે કે, એક પ્રભુની જ આશા મનમાં રાખ, તે તારા સર્વ રોગ ટળી જશે. (૫)
તું ખરેખર જે શોધે છે, તે તે હરિસેવાથી જ મળનાર છે, એ સમજ. બીજાં સાધનોના કામમાં પડીને ગોથાય છે શું કામ ?-એમ હવે બીજા પદમાં કહે છે –
जिसु धन कउ चारि कुंट उठि धावहि । .
सो धनु हरि सेवाते पावहि ॥१॥ जिसु सुख कउ नित बाहि मीत । सो सुखु साधू संगि परीति ॥२॥ जिसु सोभा कउ करहि भली करनी । सा सोभा भजु हरिकी सरनी ॥३॥
अनिक उपावी रोगु न जाइ । - रोगु मिटै हरि अवखधु लाइ ॥४॥
૧. મૂળ રન ના રચનાર (નિમિત્ત કારણુ) અને મૂળ કારણ (ઉપાદાન કારણ ) – એ બંને પ્રભુ જ છે. કુંભાર એ ઘડાનું નિમિત્ત કારણ છે; અને માટી એ ઘડાનું ઉપાદાન કારણ છે. તે બે કારણે જુદાં જ હોય. પણું પ્રભુની બાબતમાં તે તે સમથ હેઈ, બંને કારણ પોતે જ છે.–સપાટ 1. ૨. મૂળ વધુ વસ્તુ - શ્રેષ્ઠ વસ્તુ- સત્ય. સપાટી
૩. ભવ-સંસારમાં ભટકવા રૂપી રોગ સુધ્ધાં. –સંપા.