________________
આવી - ૧૯ सरब निधान महि हरिनामु निधानु । .. जपि नानक दरगहि परवानु ॥५॥
| શબ્દાર્થ [ ક = ને માટે. ચાર ઝુંટ = ચારે ખૂણે. પાછદ = વાંછે છે. પરીતિ = પ્રીતિ. મા = મા – કીર્તિ. અલવું = ઔષધ. નિધાન = નિધિ; ભંડાર. ટ્રાદિ = દરબારમાં. પરવાનુ = સ્વીકારાયેલું - માન્ય એવું. ]
જે ધન માટે તું ચારે ખૂણે દેડી મરે છે, તે ધન હરિની સેવાથી જ મળે તેમ છે. (૧)
જે સુખ માટે તું નિરંતર વાંછા કર્યા કરે છે, તે સુખ સંતજનની પ્રીતિપૂર્વક સેબત કરવાથી જ પ્રાપ્ત થાય છે. (૨)
જે યશકીર્તિ માટે તું પુણ્યકર્મો કર્યે જાય છે, તે માટેય હરિનું શરણુ લઈ તેને ભજ. (૩)
બીજા બીજા અનેક ઉપાય કરવાથી (સંસાર-દુખ રૂપી) રેગ જીતે નથી; તે રંગ હરિરૂપી ઔષધ મેળવવાથી ટળી જાય છે. (૪)
બધા ભંડામાં હરિના નામરૂપી ભંડાર શ્રેષ્ઠ છે. નાનક કહે છે કે, તે નામ જપવાથી પ્રભુના દરબારમાં તારે સ્વીકાર થશે. (૫)
એટલે દશ દિશામાં રખડવાનું છોડી, તું પ્રભુનિષ્ઠા સેવ. કળિયુગમાં નામસ્મરણ એ તરણપાય છે –
मनु परबोधहु हरिक नाइ । दह दिसि धांवत आवै ठाइ ॥१॥ ૧. મૂળ મી વરની સત્કૃત્યો; પુણ્યનાં કાર્યો. -સપ૦