________________
શ્રીસુખમની પછી નિશ્ચિત થઈને તું સુખે વસી શકશે. માટે દરેક શ્વાસે અને દરેક કેળિયે હરિનું નામ સંભાર. (૨)
બધું શાણપણ તજીને, હે મન, સાધુની સંગતમાં (હરિ રૂપી) સાચું ધન મેળવ. (૩)
હરિરૂપી મૂડી સંચય કરીને (સાચા) વેપાર માંડ, જેથી આ લોકમાં સુખ મળે અને (હરિના) ધામમાં પણ તારે જેજેકાર થાય. (૪)
નાનક કહે છે કે, જેના લલાટમાં લેખ લખ્યા હોય, તે જ સર્વમાં સર્વત્ર એક પરમાત્મા જોઈ શકે. (૫)
માટે અનંત વિસ્તારના કારણરૂપ એકને તું અંતરમાં રાખી ને એને જ જાણ – એમ છેલ્લા પદમાં કહે છે –
૨૧ – ૮ एको जपि एको सालाहि । एकु सिमरि एको मन आहि ॥१॥ एकसके गुन गाउ अनंत । मनि तनि जापि एक भगवंत ॥२॥ एको एक एकु हरि आपि । पूरन पूर्षि रहिओ प्रभु बिआपि ॥३॥ अनिक बिसथार एकते भएं । एकु अराधि पराछत गए ॥४॥ मन तन अंतरि एकु प्रभु राता । गुर प्रसादि नानक इंकु जाता ॥५॥