________________
અષ્ટપદી -૧૪
રબ
૧૪ – ૪ ગુરુની કૃપાથી જેને) સ્વ સ્વરૂપનું જ્ઞાન થાય, તેની તૃષ્ણા ભૂઝી ગઈ જાણે. (૧)
સંતપુરુષની સેબતમાં હરિના જશ ગાયા કરે, તે હરિને જન સર્વ (ભવ ) રોગથી મુકત થાય. (૨)
રાતદિવસ કેવળ (ભગવાનનું) કીતન અને સ્તુતિ કર્યા કરવાં, એ જ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ નિર્વાણ પદ (પામવાનો માર્ગ છે (૩)
એક પરમાત્મા ઉપર જ જે માણસ આધાર રાખે છે, તેને યમ-પાશ કપાઈ જાય છે. (૪)
નાનક કહે છે કે, જેના મનમાં પરબ્રહ્મ પરમાત્માની ભૂખ ઊભી થાય છે, તેને પછી (સંસારનું કશું) દુઃખ લાગતું નથી. (૫)
ભક્તના મનમાં તીવ્ર જિજ્ઞાસા હોય છે; તેથી તે શોધો ને શોધો જ હોય કે સાચું શું છે, પ્રભુ કયાં છે. અને એમ કરતાં કરતાં એ જોશે કે, તે તે સૂક્ષ્મમાં છે ને ધૂળમાં પણ છે. એ વાત હવે પછીના પદમાં કહે છે –
जिस कउ हरि प्रभु मनि चिति आवै । सो संतु सुहेला नही डुलावै ॥१॥ जिसु प्रभु अपुना किरपा करै । सो सेवकु कहु किसते डरै ॥२॥ जैसा सा तैसा दृसटाइआ । अपने कारज महि आपि समाइआ ॥३॥