________________
શ્રીસુખી
સિદ્ધાર્થ [ = વેપારની ચીજ-વસ્તુમાલ. મોન્ટિક મૂલ્ય વડે; કિંમત તરીકે આપીને લેપ = ખરીદેલા માલની એપ. વિવિસા = વિષયભેગ. રાધ = દરબારમાં.]
૧૫ - ૫ જે માલ ખરીદવા તું આવ્યું છે, તે રામનામ સંતેને ઘેર જ મળે તેમ છે. (૧)
તે અભિમાન તજી, મનને કિંમત તરીકે આપી, હદય (રૂપી ત્રાજવા)માં રામનામ તળી લે. (૨)
પછી એ ખેપ લાદીને, તથા બીજી વિષયેની જંજાળ છોડીને, સંતની સાથે જ ચાલવા માંડ. (૩)
(એ એપ ભરી લાવનાર) તને સૌ કેઈ ધન્ય, ધન્ય કહેશે, એટલું જ નહિ પણ, હરિના દરબારમાંય તારું મુખ ઊજળું રહેશે. (૪).
આ વેપાર તે કઈ વિરલા જ ખેડે નાનક તેવાઓને સદા ઓવારી જાય છે. (૫)
હવેના પદમાં સાધુશરણ પર ખાસ ભાર મૂકે છે. એ ભાર સાધુજીવન ઉપર જ છે, એમ સમજતાં આપણને મુશ્કેલી નથી આવતી.
चरण साधके धोइ धोइ पीउ । अरपि साध कउ अपना जीउ ॥१॥ साधकी धूरि करहु इसनानु । साध उपरि जाईऐ कुरबानु ॥२॥