________________
२२८
શ્રીસુખમની धिआइ धिआइ भगतह सुखु पाइआ । नानक तिसु पुरखका किनै अंतु न पाइआ ॥५॥
| શબ્દાર્થ ( [ મનસT = (મનની) ઊંડી ઇચ્છા. વરિ પફT = નકકી કરી રાખ્યું હોય તે. નેત્ર-ર = આંખને પલકારે. ફુરજ મરન = ભરવું અને ખાલી કરવું તે. થોઝ = થોકલે, ઢગ; તમામ વસ્તુઓ. મંત્ર = ગુપ્ત વાત, યોજના. ઘર તા= તેના મહેલમાં. ]
૧૬ - ૨ ભગવાન આપણી બંધી મંછાઓ પૂરી કરે છે, તે શરણું લેવા જોગ છે. (નસીબમાં) તેણે જે નકકી કરી રાખ્યું હોય, તે જ થાય છે. (૧)
તે નેત્રના પલકારામાં ભરી કાઢે છે ને પાછું ઠાલવી કાઢે છે તેની ગુપ્ત એજના કેઈ બીજે જાણી ન શકે. (૨)
તે આનંદરૂપ છે; તેને સદા મંગળ જ વતે છે. (ગુરુ પાસેથી) જાયું છે કે, બધા ભંડાર તેના મહેલમાં છે. (૩)
રાજાઓમાં તે (શ્રેષ્ઠ) રાજા છે, યોગીઓમાં તે યોગી છે; તપસ્વીઓમાં તપસ્વી છે, અને ગૃહસ્થામાં ( ઉત્તમ ભેગ ભોગવનાર) ભેગી છે. (૪)
તેનું ધ્યાન ધરી ધરીને ભક્તી (પરમ) સુખ પામ્યા છે. નાનક કહે છે કે, એ પરમ પુરુષને કઈ પાર પામી શકે નહિ. (૫)
તે પરમ પુરુષનું મૂળ રૂપ કેમ જાણી શકાય ? “પિતાકા જનમુકિ જાનૈ પૂતુ?” અને એ સર્વ સુષ્ટિને પિતા નથી શું ? તેને આખીને પરેવીને રહેલો સૂત્રરૂપ તે નથી શું ?
૧. સરજે છે ને સંહારે છે, એવો પણ ભાવ છે. –સંપા