________________
२४
અષ્ટપદી - ૧૭
શબ્દાથ [ રન ર વન = બધાંનું મૂળ કારણ વસા = (માટી, સોનું વગેરે) ઉપાદાન કારણ (જેમાંથી ઘડો, ઘરેણુ વગેરે જૂજવા ઘાટ ઘડાય છે). TGT = મિલાવી, ભેળવી. ]
૧૭ – ૨ જેણે સત્ય સ્વરૂપ (પ્રભુને) હૃદયમાં જાણ્યા, તેણે આખા જગતનું મૂળ તથા મૂળ કારણ પિછાન્યું જાણો. (૧)
જેના હૃદયમાં સત્ય પ્રભુને નિશ્ચય થઈ ગયો. તેના મનમાં (પરમ) તત્ત્વનું જ્ઞાન પ્રગટી ચૂક્યું જાણે. (૨)
ભયના (સામ્રાજ્યમાંથી નીકળી જઈ તે નિર્ભય થઈને વસે છે, કારણ કે, જેમાંથી તે ઊપજ્ય હતું તેમાં તે સમાઈ જાય છે. (૩) | (સેનું કે માટી જેવી) મૂળ વસ્તુમાં તે જ જાતની વસ્તુ મિલાવીએ, તે તેને જુદી – નવી જ - વસ્તુ કેવી રીતે કહી શકાય ? (૪)
સમજદાર જ્ઞાની જ આ વિવેક સમજે છે, નાનક કહે છે કે, નારાયણમાં ભળી જતાં બધું એક જ થઈ રહે છે. (૫)
ત્રીજા અને ચોથા પદમાં હવે પ્રભુના સેવકનાં લક્ષણ કહે છે. કાકુર સેવકી નિરમલ રીતિ – તેનું ચારિત્ર્ય નિર્મળ હોય, એ ખાસ યાદ રાખવા જેવું છે.
૧. જ્યાં સુધી દેહનું ભાન છે, ત્યાં સુધી ભયનું સામ્રાજ્ય છે. એક વખત તત્ત્વ પિછાન્યું એટલે પછી ભય રહેતો નથી, એવો ભાવ છે. –સંપ૦