________________
असटपदी १८
सलोकु सति पुरखु जिनि जानिआ
सतिगुरु तिसका नाउ । तिसकै संगि सिखु उधरै
नानक हरिगुन गाउ ॥१८॥...
શબ્દાર્થ [ સતિ પુરતું = સત્ એવા પરમાત્મા. નE = નામ. સિહુ = શિખ; સેવક. ]
સતુ એવા પરમાત્મા જેમણે જાણ્યા છે, તેમનું નામ સદ્દગુરુ છે
નાનક કહે છે કે, તેમની સેબતમાં શિષ્યને ઉદ્ધાર થઈ જાય અને તે હરિના ગુણ ગાવા માંડે. [૧૮]
સદ્દગુરુ એટલે જેણે સત્યરૂપ એવા પરમાત્મા જાય છે તે. તેવાને જ સંગ વિહિત છે, ને તે જ શિષ્યના સાચા નાયક છે.
તે તેનું પાપમાં પડતાં રક્ષણ કરે છે, તેની દુર્મતિ દૂર કરાવે છે, તેના વિકારે કઢાવે છે, તેને નામધન દે છે, અને એમ કરીને તેને બંધનમુક્ત કરે છે.
ગુરુ-શિષ્ય-પ્રેમ એ પિતા-પુત્ર-પ્રેમ જેવું અનુભવગમ્ય એક કાવ્ય છે. “હાલતાં ચાલતાં શીખને સદ્દગુરુની સંભાળ છે; તે શીખને જીવની જેમ સંભાળે છે – વગેરે તત્વ પહેલા પદમાં કહે છે –
૨પ૦