________________
૨૩
અષ્ટપદી - ૧૮ सेवा करत होइ निहकामी । तिस कउ होत परापति सुआमी ॥ ४ ॥ अपनी कृपा जिसु आपि करेइ । नानक सो सेवकु गुरकी मति लेइ ॥ ५॥
| શબ્દાર્થ [[રાતિ = સૂતરું; સફળ. નિદ્રામી= કામના – ફળની ઈચ્છા – વિના નો.]
૧૮ – ૨ ગુરુને ઘેર જે શિષ્ય રહે, તે ગુરુની (તમામ પ્રકારની) આજ્ઞા (સાચા) મનથી ઉઠાવે; (૧)
(બધા) કામકાજ કરતાં તે પિતાની જાતને જરા પણ આગળ ન કરે, અને હૃદયમાં હરિ હરિ એવું પરમાત્માનું નામ સ્મર્યા કરે; (૨)
(એમ) પિતાના મનને સદ્ગુરુ પાસે વેચી નાખે, તે સેવકનું કામ થઈ જાય. (૩)
(કારણ કે,) નિષ્કામભાવે સેવા કરતાં તેને સ્વામી-પરમામાની પ્રાપ્તિ થાય છે. (૪).
નાનક કહે છે કે, પ્રભુ આપમેળે પિતાની કૃપા જેના ઉપર કરે છે, તે સેવક જ ગુરુની સલાહ સ્વીકારે છે. (૫)
સાચા ગુરુના હૃદયમાં પ્રભુનામ હોય, આઠે પ્રહર પ્રભુરત તે હેય; એવા ગુરુ કોઈ મહાભાગ્યવાન જ પામે, એમ હવે પછીના પદમાં જણાવે છે –
૧. મૂળ મન મારું સદા તનથી મનથી બરાબર ઉઠાવે, એ ભાવ છે. –સંપા
૨. જાતને શુન્યવત કરી નાખે, એવો ભાવ છે. –સંપા. ૩. ગુરુના ઉપદેશ પ્રમાણે ચાલીને બેડો પાર કરે છે. – રસપાસ