SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ અષ્ટપદી - ૧૮ सेवा करत होइ निहकामी । तिस कउ होत परापति सुआमी ॥ ४ ॥ अपनी कृपा जिसु आपि करेइ । नानक सो सेवकु गुरकी मति लेइ ॥ ५॥ | શબ્દાર્થ [[રાતિ = સૂતરું; સફળ. નિદ્રામી= કામના – ફળની ઈચ્છા – વિના નો.] ૧૮ – ૨ ગુરુને ઘેર જે શિષ્ય રહે, તે ગુરુની (તમામ પ્રકારની) આજ્ઞા (સાચા) મનથી ઉઠાવે; (૧) (બધા) કામકાજ કરતાં તે પિતાની જાતને જરા પણ આગળ ન કરે, અને હૃદયમાં હરિ હરિ એવું પરમાત્માનું નામ સ્મર્યા કરે; (૨) (એમ) પિતાના મનને સદ્ગુરુ પાસે વેચી નાખે, તે સેવકનું કામ થઈ જાય. (૩) (કારણ કે,) નિષ્કામભાવે સેવા કરતાં તેને સ્વામી-પરમામાની પ્રાપ્તિ થાય છે. (૪). નાનક કહે છે કે, પ્રભુ આપમેળે પિતાની કૃપા જેના ઉપર કરે છે, તે સેવક જ ગુરુની સલાહ સ્વીકારે છે. (૫) સાચા ગુરુના હૃદયમાં પ્રભુનામ હોય, આઠે પ્રહર પ્રભુરત તે હેય; એવા ગુરુ કોઈ મહાભાગ્યવાન જ પામે, એમ હવે પછીના પદમાં જણાવે છે – ૧. મૂળ મન મારું સદા તનથી મનથી બરાબર ઉઠાવે, એ ભાવ છે. –સંપા ૨. જાતને શુન્યવત કરી નાખે, એવો ભાવ છે. –સંપા. ૩. ગુરુના ઉપદેશ પ્રમાણે ચાલીને બેડો પાર કરે છે. – રસપાસ
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy