________________
શ્રીસુખસની. नामके धारे आगास पाताल । नामके धारे सगल आकार ॥३॥ नामके धारे पुरीआ सभ भवन । नामकै संगि उधरे सुनि स्रवन ॥ ४ ॥ करि किरपा जिसु आपनै नामि लाए । नानक चउथे पद महि सो जनु गति पाए ॥५॥
શબ્દાથ [વંત = પ્રાણી. પુનર = શ્રવણ; ગુરુમુખે જે સાંભળવામાં આવે તે. પુર = શહેર. મવન = મકાન.]
૧૬ - ૫ નામને આધારે બધાં પ્રાણીઓ છે; ખંડ અને બ્રહ્માંડે પણ. (૧)
નામને આધારે જ સ્મૃતિઓ, વેદો અને પુરાણે છે - શ્રવણ, જ્ઞાન, અને ધ્યાન પણ. (૨)
આકાશ અને પાતાળ, અરે સકલ સૃષ્ટિ પણ, નામને આધારે જ છે; (૩) -
નામને આધારે જ બધાં શહેરે અને ભવને છે. એવા એ નામને (ગુરુમુખે) કાનથી સાંભળીને સૌ ઉદ્ધરી જાય. (૪)
નાનક કહે છે કે, કૃપા કરીને પરમાત્મા જેને પોતાના નામને આશરે લેવરાવે છે, તે ચેથા પદ રૂપી પરમગતિ પામે છે. (૫)
૧. પરમાત્માના નામને મહિમા પરમાત્મા જેટલો જ બતાવે છે. વસ્તુતાએ પણ નામ અને પરમાત્મા એક જ છે. મનુષ્ય નામથી જ પરમાભાનું મનન-ચિંતન-સ્મરણ કરી શકે –સંપા
૨. સ્વમ, સુષુપ્તિને જાગ્રત – એ ત્રણથી પર તુરીય–ચોથી પરમજ્ઞાનની ગતિ; અર્થાત મોક્ષ.