________________
અષ્ટપલી - ૧૫
૨૧૯ તારી સાથે કઈ વસ્તુ આવવાની છે,–જેથી તેમાં રસભી પતંગિયાની જેમ લપટાઈ રહે છે? (૪)
નાનક કહે છે કે, તું હદયમાં રામનું નામ જ જગ્યા કર; તેથી ઈજજતભેર તું પોતાના ધામમાં પાછા જઈ શકે. (૫)
વખાર–વેપારની ઉપમા આપીને એ જ વસ્તુ પાંચમા પદમાં સરળ કરે છે: અભિમાનરહિત મનને કિંમત તરીકે આપી રામનામ ખરીદ; તે ખેપ સાથે સંતે જોડે ચાલી સદાચારી જીવન ગાળ; તે તારી બલિહારી છે, તે તું સાચે ભક્ત છે –
- ૬૫– ૧ जिसु वखर कउ लैनि तू आइआ। राम नामु संतन घरि पाइआ ॥१॥ तजि अभिमानु लेहु मन मोलि । राम नामु हिरदे महि तोलि ॥२॥ लादि खेप संतह संगि चालु । अवर तिआगि बिखिआ जंजाल ॥३॥ धंनि धंनि कहै सभु कोइ । मुख ऊजल हरि दरगह सोइ ॥४॥ इहु वापारु विरला वापारै । नानक ताकै सद बलिहारै ॥५॥
૧. મૂળ મારું –તારી સાથે કઈ વસ્તુ આવી છે, જે તારી સાથે કાયમ રહેશે.' એવો ભાવ છે. –સપાટ
૨. પત એટલે આબરૂ સાથે ઈશ્વરને ત્યાં – સ્વધામ જશે, એ અર્થ.