________________
ધીરુરાજ
आपस कउ आपि दीनो मानु । - नानक प्रभ जनु एको जानु ॥५॥
શબ્દાર્થ છે. [તિ = પ્રીતિ અર્થે. સહગ કુમારું = સહજ ભાવે; સ્વાભાવિક રીતે. વન ગાઈ = મન મળી ગયું. આપર વ = પિતાની જાતને જ.]
૧૪- ૮ તે ઉત્તમ પુરુષઃ ભક્ત) જે કંઈ કરે છે, તે પ્રભુની પ્રીતિ અથે કરે છે; કારણ કે, તે સદા હરિના સંગમાં જ રહેતું હોય છે. (૧)
સ્વાભાવિક રીતે જે બને તેને એ સ્વીકારી લે છે, કારણ કે, બધી ક્રિયાઓના કર્તા એવા પ્રભુને તેણે ઓળખ્યા છે. (૨)
પ્રભુ જે કરે તે ભક્ત-જનને મીઠું લાગે છે અને પ્રભુ પણ પિતાનું સત્ય સ્વરૂપ તેને દર્શાવે છે. (૩)
જ્યાંથી તે ઊપજે છે, તેમાં તે સમાઈ ગયા છે, પ્રભુ પિતે સકળ સુખને ભંડાર છે, અને તેમની સાથે તેનું મન મળી ગયું છે. (૪)
પિતાના ભકતને એ માન આપવામાં) પ્રભુ પોતે પોતાને જ માન આપે છે. તે નાનક, પ્રભુને અને તેને ભકતને એક જ જાણ (૫)
૧. એટલે ઉપર કહ્યો તે નિજજન - ભકત. પ્રભુ અને તે એક જ જાણ: ભકત અને ભગવાનમાં ફરક નથી.