________________
असटपदी १३
सलोकु संत सरनि जो जनु परै
सो जनु उधरनहार । संतकी निंदा नानका बहुरि बहुरि अवतार ॥१३॥
શબ્દાથ [સર = શરણે. ઉધરનાર = ઉદ્ધરે છે. વરિ વરિ = વારવાર; અનેક વખત. ]
અષ્ટપદી ૧૩
શ્લોક સંતને શરણે જે માણસ જાય, તેને ઉદ્ધાર થશે.
પણ હે નાનક, સંતની નિંદા કરનારે તે વારંવાર અવતર્યા જ કરશે. [૧૩
આમ ૧૦-૧૧-૧૨ એ અષ્ટપદીઓના ત્રિકમાં જીવ અને શિવને સંબંધ બતાવ્યા પછી, તેમાં મદયસ્થી ભગવનાર સંત અથવા સદ્દગુરુનું મહત્ત્વ બતાવવા, આ ૧૩મી અષ્ટપદીમાં, દરેક ભક્તમાં આવશ્યક એવું સાધુના પ્રેમનું મહત્ત્વ ગાય છે. જેઓ સંતશરણ લે છે, તેઓને ઉદ્ધાર થાય છે; પણ જેઓ સંત–નિંદા જ કરે છે, સાધુતાની અસૂયા જ કરનારા છે, તેઓને ભાગે ઉદ્ધાર નથી પણ અવતાર જ રહે છે.
૧. સરખા ગીતા અ૦ ૩. ૩૧–૨.