________________
असटपदी-१४
सलोकु तजहु सिआनप सुरजनहु
सिमरहु हरि हरि राइ । एक आस हरि मनि रखहु
नानक दूखु भरमु भउ जाइ ॥१४॥
શબ્દાર્થ [ સિમાન = શાણપણ – ડહાપણ – ચતુરાઈ. પુરઝન = વિદ્વાન, પંડિત, સૂરિ.]
અષ્ટપદી ૧૪
શ્લોક હે પંડિત તારું બધું ડહાપણ છેડી દે, અને હરિ હરિ રાયનું સ્મરણ કર;
એક હરિની આશા જ મનમાં રાખ; તેથી હે નાનક, (તારા) બધાં દુઃખ, ભ્રમ અને ભય દૂર થશે. [૧૪]
આ પ્રસંગે શીખ ગુરુઓના શિક્ષણમાં સ્વર્ગ, નરક, મમત્રાસ વગેરે બાબતે કેવી રીતની છે તે તરફ નજર કરી લઈએ. હિંદુઓનાં સ્વર્ગ નરક કે ધર્મરાજ અથવા મુસલમાનનાં દેજખ, જહન્નમ કે ઈઝરાયલ વિષે ગુરુઓ ચાલુ શબ્દમાં વાત કરતા. પણ તેઓ એમાંનું કાંઈ માનતા ન હતા. (પ્રચલિત ભાષાપ્રયોગ તરીકે તેને જે સામાન્ય અર્થ થાય છે તે જ અર્થમાં તેઓ તે શબ્દ વાપરતા.) ઈશ્વરસાંનિમય એ એમનું સ્વર્ગ અને તેનાથી દૂરના એ નરક છે. ગુરુ નાનક તેમના જ પછીના અંત શ્લેકમાં કહે છે :
चंगिआईआ बुरिआईआ वाचै धरमु हदूरि । करमी आपो आपणी के नेड़े के दूरि ॥
૨૦૦