________________
૨૧
અષ્ટપદી - ૧૪ [ ધરમરાજાની સામે જીવનાં શુભાશુભ કર્મો વંચાશે. અને તે પ્રમાણે તેઓ ઈશ્વરની પાસે કે ઈશ્વરથી દૂર સ્થાન પામશે.] પુનર્જન્મને સિદ્ધાંત ગુઓએ પૂરેપૂરો સ્વીકાર્યો લાગે છે, એની સાથે સાથે, અહીં નેંધ લેવી ઘટે છે. અને જન્મમરણમાંથી બચવું એટલે મોક્ષ, એ લૌકિક વ્યાખ્યા પણ બરાબર સ્વીકારીને ગુરુઓએ પિતાનું શિક્ષણ લોકો માટે સમજવું સુકર પણ કર્યું છે. પાપમાંથી મુક્તિ, દુબુદ્ધિમાંથી ઉગારે, અંધારામાંથી તેજમાં, અજ્ઞાનમાંથી જ્ઞાનમાં, અસત્યમાંથી સત્યમાં, અભક્તિમાંથી ભક્તિમાં – આ જાતનું એમનું મોક્ષનું શિક્ષણ જોવામાં આવે છે.
તેરમી પછીની અષ્ટપદીઓમાં ભક્તિનો મહિમા ગાયો છે. પણ એમ તે અત્યાર સુધીની બધી અષ્ટપદી એ જ ગાતી હતી એમ કહેવામાં વાંધો નથી. હવે આવતી અષ્ટપદીઓમાં એક વસ્તુ સ્પષ્ટ કરવામાં આવે છે, એ એની વિશેષતા છે : પ્રભુભક્તિ કરવી જોઈએ એમ કહેવામાં આવે છે, પણ તે કરવી એટલે શું કરવું એ સ્પષ્ટ નથી સમજાતું; આ અષ્ટપદીઓમાં એ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરેલો છે. પ્રભુ એટલે શું એ જે સમજાય, તો આ ખ્યાલ કાંઈક સ્પષ્ટ થઈ શકે. આ ચૌદમી અષ્ટપદીમાં એ સમજાવવાથી શરૂઆત કરે છે–
૨૪ – ૨ मानुखकी टेक बृथी सभ जानु । देवन कउ एकै भगवानु ॥१॥ जिसक दीऐ रहै अघाइ । बहुरि न तृसना लागै आइ ॥२॥ मारै रा खै एको आपि । मानुखक किछु नाही हाथि ॥३॥