SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ असटपदी १३ सलोकु संत सरनि जो जनु परै सो जनु उधरनहार । संतकी निंदा नानका बहुरि बहुरि अवतार ॥१३॥ શબ્દાથ [સર = શરણે. ઉધરનાર = ઉદ્ધરે છે. વરિ વરિ = વારવાર; અનેક વખત. ] અષ્ટપદી ૧૩ શ્લોક સંતને શરણે જે માણસ જાય, તેને ઉદ્ધાર થશે. પણ હે નાનક, સંતની નિંદા કરનારે તે વારંવાર અવતર્યા જ કરશે. [૧૩ આમ ૧૦-૧૧-૧૨ એ અષ્ટપદીઓના ત્રિકમાં જીવ અને શિવને સંબંધ બતાવ્યા પછી, તેમાં મદયસ્થી ભગવનાર સંત અથવા સદ્દગુરુનું મહત્ત્વ બતાવવા, આ ૧૩મી અષ્ટપદીમાં, દરેક ભક્તમાં આવશ્યક એવું સાધુના પ્રેમનું મહત્ત્વ ગાય છે. જેઓ સંતશરણ લે છે, તેઓને ઉદ્ધાર થાય છે; પણ જેઓ સંત–નિંદા જ કરે છે, સાધુતાની અસૂયા જ કરનારા છે, તેઓને ભાગે ઉદ્ધાર નથી પણ અવતાર જ રહે છે. ૧. સરખા ગીતા અ૦ ૩. ૩૧–૨.
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy