________________
અશ- ૧૧
૧૭ – તો તેના અંતરમાં જ્ઞાન-પ્રકાશ થાય; પછી એ સ્થિતિ કદી નાશ પામતી નથી. (૨)
(પછી તે) તેનાં મન અને તન નામમાં એક રંગે રત થઈ જાય છે, અને સદા પરબ્રાના સંગમાં જ વસે છે. (૩)
જેમ જળમાં જળ આવીને ભળી જાય, તેમ એક જ્યતિમાં બીજી જ્યતિ સમાઈ જાય છે. (૪)
તેના જન્મ-મરણના ફેરા ટળી જાય છે, અને તે વિશ્રાંતિ પામે છે. નાનક (એ મેક્ષ આ પનાર) પ્રભુને સદા ઓવારી જાય છે. (૫)
આ આઠમા પદમાં શ્રેષ્ઠ ભક્ત જ્ઞાનીનું વર્ણન કરે છે. કબહૂ સાધ સંગતિ ઈહુ ભાવૈ.” જીવ અનેક જન્મે ફરતે ફરતે એકાદમાં સાધુસંગ મેળવે છે, ને પછી “અંતરિ હેઈ ગિઆન પરગાસુ,” “મન તન નામિ રતે ઇક રંગ;” અને એમ સાધન કરતા કરતે તે જીવ, સદા બસહિ પારબ્રહમકે સંગિ.”
શીખભક્તિમાં, આ રીતે જીવ શિવનું અંતે એકય થાય છે એમ માન્યું છે. એ એમની સાધનાનો માર્ગ ભક્તિ છે, તે હવેની ૧૨ મી અષ્ટપદીમાં કહે છે.
૧. જીવરૂપી જ્યોતિ પરબ્રહ્મરૂપી જાતિમાં સમાઈ જાય છે.–સપાટ
२. भाउ भगति करि नीचु सदाए, तउ नानक मेखितरु पाए આસાકી વાર ૧૩: ૨ (પિતાને સદાય નીચ માને ને ભાવભકિત કરે, તે મોક્ષને પામે.)