________________
અષ્ટપદી - ૧૧ પુણ્યાત્મા તેમ જ પાપાત્માને બેઉને બેલી છે ? શીબેને બેલી અને અ-શીખોને ન્યાય કરનાર કડક કાછ તે નથી.
[ કડી ૫ : પરમાત્મા જ છવ પાસે પિતાની મરજી મુજબ કર્મો કરાવે છે, એને અર્થ એવો નથી કે, તે કેટલાક છો પાસે પાપકર્મ કરાવી તેમને કાયમને માટે શાપિત – પાપી રાખે છે. પરમાત્મા બધા જીવોમાં સમાનપણે વ્યાપી રહેલ છે - તે જ છે; તેના સિવાય બીજું કાંઈ નથી. તેણે જ છો. સજર્યા છે – તે બીજા કેઈ હેતુથી નહિ– કારણ કે, તેના સિવાય બીજું કાંઈ હોય તે તેની સામે કોઈ હેતુ હોઈ શકે. પોતાની સામેને હેતુ તે પિતા સિવાય બીજો શો હોઈ શકે? એટલે વિવિધ જીવસૃષ્ટિ સર્જવાને હેતુ આપણે કપવાનું હોય નહિ; બહુ તો એટલું જ કહી શકીએ કે જીવો પરમાત્મા રૂપી સત્યની નજીક પહોંચે તે જ સૃષ્ટિ-સર્જનને હેતુ છે. અને તેથી જીવો પરમાત્માને ધારાને આધાર, કૃપાનિધિ,” પતિત-પાવન, ભક્ત–સલ' જ કહી શકે. ગમે તેવા પતિતને કે પથ્થરને પણ તે તારી લે છે. જીવે ની ઈદ્રિ બહિર્મુખ હોઈ તેઓ ર્મોનું કેટલું પનાની આસપાસ ઊભું કરીને તેમાં બંધાયા જ કરે છે પણ કોઈ જીવને સદગુરુને સંગ થતાં તે જીવ ઈશ્વરાભિમુખ બને છે, ત્યારે તેનું ગમે તેવું સખત કેટલું પણ તડ – તડ તૂટી જાય છે.
કે કેવી રીતે ઈશ્વરાભિમુખ થાય છે, એને કશે કાયદે આપણે જાણી શકતા નથી. એ વસ્તુ સૃષ્ટિ શા માટે ઉત્પન્ન થઈ તે પ્રશ્રની પેઠે ગૂઢ જ રહે છે. સૃષ્ટિની ઉત્પત્તિ, તથા જીવની મુક્તિ – એ બંને વસ્તુઓ, તેથી, ઈશ્વરના હુકમથી જ થતી કહેવાય છે. એ વસ્તુને “ગુરુકૃપા” પણ કહે, “નામને મહિમા” પણ કહે, કે “ઈશ્વરની કૃપા' પણ કહે. એ સિવાય બીજું કશું એ અંગે કહી શકાય નહિ. ]