________________
असटपदी ६
सलोकु काम क्रोध अरु लोभ मोह
बिनसि जाइ अहंमेव । नानक प्रभ सरणागती करि प्रसादु गुरदेव ॥६॥
શબ્દાથ [ અહંમેવ = (હું જ છું એવો ) અહંકાર. ]
અષ્ટપદી ૬
લેક મારા કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર વિનાશ પામી જાય (એમ કરે!)–
નાનક કહે છે, હે પ્રભુ, હું તમારે શરણાગત છું; ગુરુદેવ, મારા ઉપર કૃપા કરે! [૬]
પ્રભુને જ “જપના ધ્યાનમંત્રમાં સ્વયંભૂ વગેરે વિશેષણો લગાડવા સાથે “ગુરુ” કહીને સંબોધ્યા છે. યોગસૂત્રમાં પણ ઈશ્વરને મુળ ગુઃ કહ્યા છે.
છઠ્ઠી અષ્ટપદીમાં પાછા જીવ પર પ્રભુના અપાર ઉપકાર ગણાવે છે. વિધવિધ લેકેને ઉદ્દેશીને એ કહ્યા છે. અંતે પાછી પ્રપતિ ઉપદેશે छ - जिह प्रसादि तूं पावहि साचु, रे मन मेरे तूं ता सिउ राचु