________________
અષ્ટપટી-૮
૮ – ૫ બ્રહ્મજ્ઞાનીને એક (પરમાત્મા) ની જ લગની હોય છે પ્રભુ (તે) બ્રહ્મજ્ઞાની સંગે વસે છે. (૧)
બ્રહ્મજ્ઞાનીને (પરમાત્માના) નામને (જ) આધાર હોય છે; તેને મન નામ જ પિતાને પરિવાર છે. (૨)
બ્રહ્યાજ્ઞાની હંમેશ જાગ્રત રહે છે – (પોતાનામાં) તે અહંબુદ્ધિ રહેવા દેતા નથી. (૩)
બ્રહ્મજ્ઞાનીના મનમાં પરમ આનંદ વ્યાપેલે રહે છે, તેના ઘરમાં પણ સદા આનંદ-મંગળ જ રહે છે. (૪)
બ્રહ્મજ્ઞાની સહજ (આત્મ –) સુખમાં જ નિવાસ કરે છે; નાનક કહે છે કે, બ્રહ્મજ્ઞાનીને કદી વિનાશ થતો નથી. (૫)
૮ – ૬ ब्रहमगिआनी ब्रहमका बेता। ब्रहमगिआनी एक संगि हेता ॥१॥ ब्रह्मगिआनीकै होइ अचिंत । ब्रहमगिआनीका निरमल मंत ॥२॥ ब्रह्मगिआनी जिसु करै प्रभु आपि । ब्रहमगिआनीका बड परताप ॥३॥ ब्रहमगिआनीका दरसु बडभागी पाईऐ । ब्रहमगिआनी कउ बलि बलि जाईऐ ॥४॥ ब्रहमगिआनी कउ खोजहि महेसुर । , नानक ब्रहमगिआनी आपि परमेसुर ॥५॥