________________
આપ
રહસ્ય. સ્લમ = સૂમ, નિરાકાર (પરમાત્મા). મદિ =ને આધારે રહેલું. અથ = સ્કૂલ (સષ્ટિ). વદુ ઉરના = ચારે વર્ણ. અ = નમન, નમસ્કાર.]
- ૪ એ (ખ) પંડિત કહેવાય, જે પોતાના મનને (પ્રથમ) પ્રબોધે અને જાગૃત કરે, તથા પછી અંતરમાં રહેલા રામનામને શેળે. (૧)
(સકળ સૃષ્ટિના) સારરૂપ પરમાત્માના નામ રૂપી રસ જે પીએ છે, તે પંડિતના ઉપદેશ વડે આખું જગત જીવે છે. (૨)
હરિની વાત જ હદયમાં વસાવનાર એ પંડિત ફરીથી ગર્ભવાસ પામતું નથી. (૩)
વેદ, પુરાણ, સ્મૃતિ વગેરે ગ્રંથનું રહસ્ય તે સમજે છે, અને નિરાકાર (પરમાત્મા)ને આધારે આ (બ) સ્કૂલ આકાર રહે છે, એ તે જાણે છે. (૪)
એ પંડિત ચારે વર્ણને (પરમાત્મા વિર્ષ) ઉપદેશ આપી શકે. નાનક કહે છે કે, એવા (સાચા) પંડિતને સદા નમસ્કાર હો. (૫)
- ૧ – ૧ बीज मंत्रु सरबको गिआनु । चहु वरना महि जपै कोऊ नामु ॥१॥
૧. “નામ” શબ્દ પરમાત્માના સમાનાર્થ ગ્રંથસાહેબમાં ઠેરઠેર વપરાય છે, એનો આ નમૂન છે. નામ અને (પરમાત્મા) જુદા નથી.–સંપા.
૨. એવા પંડિતના ઉપદેશને આધારે જગત ટકી રહ્યું છે, એવો ભાવ છે. સંપા
૩. મૂળ થાઃ હરિનું નામ એવો અર્થ પણ થાય; અથવા હરિએ આપેલ ઉપદેશ–ધર્મગ્રંથ, એવો અર્થ પણ થાય.—સંપાય
૧૦