________________
અષ્ટપદી - ૧૦ सुखी बसै मसकीनीआ आपु निवारि तले । बडे बडे अहंकारीआ नानक गरबि गले ॥
અને આટલું નિરૂપણ કરવામાં જીવસૃષ્ટિની અને જીવોના પ્રકારની મનોરંજક છણણી કરવામાં આવી છે. આમ ૧૦ થી ૧૨ અષ્ટ પદીનું આ ત્રિક જીવ-શિવ-સંબંધી હોઈ આપણે જીવ-શિવ-ત્રિ તરીકે ઓળખી શકીએ.
પણ શરૂઆતમાં જ કહ્યું તેમ, આ તાત્ત્વિક વિષયની તાત્વિક ચર્ચાની “સુખમનીમાં આશા જો રાખીએ, તે આપણે નિરાશ થઈશું, કેમકે આ કાવ્યમાં આપણને તે નથી પીરસી. એમ તે આખા ગ્રંથ વિષે કહી શકાય કે, આ કોઈ લિસૂફીને ગ્રંથ ન હોઈ, એમાં કશાય તત્ત્વને શાસ્ત્રીય પદ્ધતિએ કરેલો વિચાર જોવા નહિ મળે. પ્રો. વાસવાની આ લક્ષણને ખાસ નિર્દેશ કરતાં કહે છે: ““સુખમની” જીવન-વિચારની બાબતમાં મુખ્યતઃ વ્યવહારદષ્ટિ રાખે છે... “સુખમની” જીવનનું ધર્મકાવ્ય છે.”૧ જેમ ગીતાકાર તેના અનુપમ ધર્મકાવ્યમાં સાંખ્ય, યોગ, ગુણાદિ ચ છે. તે તે શાસ્ત્રોની રીતે નહિ પણ તે તે સિદ્ધાંતના પોતાના ઉપયોગની દૃષ્ટિએ, તેમ જ આ “સુખમનીમાં ગુરુ કરે છે. કાવ્યગ્રંથ માટે, જેને ભક્તિરસ ગાવો છે તેને માટે, આ જ રસ્તે હોઈ શકે. અનુભવ અને ભાવના પિતાના વિકાસ અથે બુદ્ધિ જેટલી ઝીણવટ નથી માંગતાં.
ભક્તિને મુખ્ય પ્રમેય છે કે, જાણે અજાણે પણ જીવમાત્ર ઈશ્વરને ભક્ત જ છે. ગીતાકારે કરેલા ભક્તના આત, જિજ્ઞાસુ, અર્થાથી, અને જ્ઞાની એવા ચાર ભાગની બહાર કોઈ પણ જીવ છે ખરો ? અને તિર્યમ્ યોનિઓ તો પ્રકૃતિધમ હાઈ પરમાત્માના જ કાયદા અનુસાર ચાલે છે, એટલે એમના અજ્ઞાનમાં પણ તેમને
૧. તેમના ઇન ધ શીખ સેક્યુઅરી એ પુસ્તકમાં.