________________
૧૫૪
શ્રીસુખસની
ભક્ત જ ગણી લેવાય. તેથી તા આપણે એમનુ કાવ્યનિરૂપણ વેદકાળના કવિઓથી માંડીને આજ સુધી થતું આવતુ' જોઈ એ છીએ. આ મુખ્ય પ્રમેયથી ૧૦મી અષ્ટપદીના લેાકમાં જીવસ્વરૂપનુ નિરૂપણ કરે છે કે, હે પ્રભુ ! અનેક લોકો તમારી સ્તુતિ કર્યાં કરે છે’; અને સાથે જ એ આખી રચનાને કેન્દ્રીભૂત કરનાર પ્રભુને વિષે પણ કહી દે છે: નાનક કહે છે કે, તમે જ આ અનેક પ્રકારની બહુવિધ રચના રચી છે.’
આ પ્રારંભ-કથનમાં સાર કહી દીધા પછી આખી અષ્ટપદી છવાની અજ્ઞાત ભક્તિના વિધવિધ પ્રકારા વર્ણવે છે. એ બધાને સાર ગીતાકારના શબ્દોમાં કહીએ તો, તે બધા અવળી બુદ્ધિવાળા લોકેાની આશાએ, એમનાં કર્યાં તેમ જ એમનું જ્ઞાન વ્યર્થ નીવડે છે' (અ૦ ૯, શ્લા૦ ૧૨). કારણ, ‘ભૂતમાત્રના મહેશ્વર રૂપ ભગવાનના શ્રેષ્ઠ ભાવને ન જાણીને મૂર્ખ લેાકા મનુષ્ય રૂપ ધારણ કરેલા પરમાત્માની અવજ્ઞા કરે છે.' (અ॰ ૯, શ્લા॰ ૧૧).
પરંતુ દરેક પદના ધ્રુવ ભાવ એ છે કે, એ બધામાં જેણે પ્રભુને શ્રેષ્ઠ જાણ્યા ને ભજ્યા તે જ તરે છે.
o૦-૨
कई कोटि होए पूजारी । कई कोटि आचार बिहारी ॥१॥
कई कोटि भए तीरथ वासी ।
कई कोटि बन भ्रमहि उदासी ॥२॥ कई कोटि बेद स्रोते ।
कई कोटि तपीसुर होते ॥ ३ ॥
कई कोटि आतम धिआनु धारहि ।
कई कोटि कबि काबि बीचारहि || ४ ||