________________
૧૪૦
શ્રીસુખમની બીજા પદમાં યાદ આવશે. (ત્રીજા પદમાં ભગવતીનાં લક્ષણ છે, અને ) ચોથા પદમાં પંડિતનાં લક્ષણ આપે છે. પાંચમા પદમાં નામ જપનાર (“જપી”) નાં વખાણ કરી, છઠ્ઠા પદમાં “રામદાસ’ નાં -પ્રભુના ભક્તનાં – વખાણ કરે છે. સાતમા પદમાં જીવન્મુકતનાં લક્ષણ ગણાવી, અંતે (બધા પ્રકારના સંત-ભકતોના ઈષ્ટ) પરબ્રહ્મ પરમેશ્વરને વર્ણવી, સંતનાં અનેક રૂપે લક્ષણ ગણાવની આ અષ્ટપદી ગુરુ પૂરી કરે છે.
શ્રીસુખમની ગીતાની જેમ એક ધર્મવ્ય છે, એટલે નિબંધમાં કે તત્ત્વજ્ઞાનના ગ્રંથોમાં જોવામાં આવે એવી જાતનું શાસ્ત્રીય પદ્ધતિએ કરેલું બયાન વાચકને એમાં નહીં મળે. એમાં તે એક કવિ - ભક્તહૃદયને જેમ પ્રતીત થાય તેમ ગુરુ પિતાની ભાવનાને છૂટથી ગામે જાય છે. એમાં બધી જ વસ્તુઓ ને બધા જ વિષય એકમેકનાં અંગઉપાંગીભૂત વણાઈને તેના તેના યોગ્ય સ્થાને આવતાં રહે છે.
૧ – ? मिथिआ नाही रसना परस । मन महि प्रीति निरंजन दरस ॥१॥ पर - त्रिअ रूप न पेखै नेत्र । साधकी टहल संत संगि हेत ॥२॥ करन' न सुनै काहूकी निंदा । सभते जानै आपस कउ मंदा ॥३॥ गुरप्रसादि बिखिआ परहरै । मनकी बासना मनते टरै ॥४॥ इंद्री - जित पंच दोखते रहत । नानक कोटि मधे को ऐसा अपरस ॥५॥