________________
'અષ્ટપદી -
શબ્દાથ [ પ = સ્પશે. રસ = દર્શનની. પત્રિકા = પરસ્ત્રી. ૪ = સેવાસુશ્રષા. રન = કર્ણ – કાનથી. સાપન ૩ = પોતાની જાતને. મે = મંદ; નીચું. વિવિમા = વિષયો. વર રોલ = (કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, એ –) પાંચ દોષ. (ત = રહિત.]
–જેની જીભે કદી જૂઠને સ્પર્શ થતું નથી, જેના મનમાં નિરંજન–પરમાત્માના દર્શનની ચાહના (કાયમ રહે) છે; (૧)
- પરસ્ત્રીનું રૂપ જે કદી આંખે જેતે નથી; પુરુષની સેવાશુષા (-માં જે લવલીન રહે છે, તથા સંતે ઉપર હેતભાવ વાળ હોય છે, (૨)
- કાને જે કેઈની નિંદા સાંભળતે નથી; સૌ કરતાં પિતાની જાતને જે નીચી ગણે છે, (૩)
- ગુરુની કૃપાથી વિષયેને જે ત્યજે છે, અને મનની વાસના જેના મનમાંથી ટળી જાય છે; (૪)
- ઈદ્રિયનો જય કરી, જે પંચ દેથી રહિત બન્ય હેય છે; –નાનક કહે છે કે, કરોડોમાં કેઈક જ એ (સા) “અપરસ' હોય છે. (૫)
[તે કાળના જુદા જુદા સાધુ-સાધકોના વર્ગોનાં નામ લઈ, સાચા સંતનું વર્ણન કરે છે. પહેલાં “અપરસ” નામે ઓળખાતા વગને લે છે. એ લોકે પિતાને પવિત્ર માની, અથવા પવિત્ર રહેવા કોઈને ન અડવાના વ્રતધારી હશે. નાનક કહે છે કે, સાચે “અપરસ” તે તે કહેવાય જે વિષયદેષોથી અસ્કૃષ્ટ રહે. બીજાને ન અડવાના વ્રતથી સાચા અપરસ” ન બની શકાય.]
૧. કામવાસનાને. –સંપા.