________________
८२
શ્રીસુખમની “ऐसे दोख मूड़ अंध-बिआपे, ननाक काढि लेहु प्रभ आपे ।" "अंध कूप महि पतित बिकराल, नानक काढि लेहु प्रभ दइआल ।" "सदा सदा इहु भूलनहारु, नानक राखनहारु अपारु ।”
આમ દોષદર્શન કરાવતાં, તેની પ્રતીતિની જ પ્રતિક્રિયારૂપે સાચી પ્રાર્થના, સાચે ભક્તિભાવ હૃદયમાં ઊપજયા વિના ન જ રહે. એ ભક્તિભાવના ઉમળકારૂપે આ અષ્ટપદીને અંતે આપણને પ્રાર્થનાને એક ઉત્તમ નમૂને મળે છે : “તૂટવુર તુમ પહેર
આ પ્રાર્થનામાં રહેલી અનન્ય પ્રપત્તિ એ શીખવ્યક્તિને સાચે સૂર છે. એ એક પ્રપત્તિયોગ જ છે, ઈશ્વરપ્રાણિધાનની સાધના છે, એમ કહીએ તેય ખોટું નથી. '
આ સાધનાના મૂળમાં, ત્યાગ નહિ પણ પ્રભુપ્રીત્યર્થે સમપણ; જગનિંદા કેળવીને ઉપજાવેલી ઘણું નહિ, પણ પ્રભુએ કરેલા અપાર ઉપકારોની કૃતજ્ઞતા; દુન્યવી જીવન એક આવી પડેલી આપત્તિ છે એ ઉદાસભાવ નહિ, પણ એ દ્વારા આપણને આપણા કરતાર પ્રત્યે કૃતજ્ઞતાપૂર્વક ભક્તિ કરવાની અમૂલ્ય તક મળી છે એવો ઉલ્લાસ; જગત મિથ્યા છે માટે એને સશે ત્યાગ નહિ, પણ એનું મિથ્યાત્વ સમજી એ અનિત્ય દ્રવ્યો દ્વારા નિત્યને જોઈ લેવાને સુયોગ સાધવો ને એ નિત્યની જ પ્રીતિ અનુભવી અનિત્યને ભૂલવું – આ ભાવો આ સાધનાના મૂળમાં દેખાય છે. બલિષ્ઠને છાજે એવી આ જીવન - ફિલસૂફ, એ અનુસાર જીવવા માટે એક બાજુથી જોઈતું અનન્ય પ્રભુશરણ અને બીજી બાજુથી એટલું જ અનન્ય જીવનબળ – એ અહીંયાં બીજા ભક્તનાં ઉધન કરતાં વિશેષ જોવા મળે છે. “દાસબોધમાં જેમ સ્ત્રીનિંદા, ધનનિંદા જોવા મળે છે, એમ અહીં આપણને નથી મળતું. ભક્તના
૧. જુઓ ગીતા અ૦ ૯ ના ૧ થી ૧૪ શ્લોકમાં નિરૂપેલું ભકિતબીજનું સ્વરૂપ.