________________
તેના જે તે પાર
અષ્ટપદી -૫
* ૧૦૧ જે નેત્રે પરસ્ત્રીનાં રૂપ આદિ જુએ છે, તે મિથ્યા છે; તેવી જ રીતે અન્ય આસ્વાદ ભેગવનાર જીભ પણ. (ર)
પારકાને હાનિ કરવા દેડનાર પગ મિથ્યા છે, તેવી જ રીતે પારકાની ચીજોના લોભમાં લોભાનારું મન પણ. (૩)
જે શરીર વડે પર ઉપકાર નથી થતો તે શરીર મિથ્યા છે, તે રીતે વિકાર-જનક સુંગંધ ગ્રહણ કરનાર (નાક) પણ. (૪)
(તત્ત્વ) સમજ્યા વિના તન-મન-ઈદ્રિય આદિ) બધું મિચ્યા બની જાય છે; નાનક કહે છે કે, “હરિ હરિ એવું નામ લેનાર દેહ જ સફળ છે. (૫)
૩ઃ પારકાને દોષ પાછળ – પારકાનું અનિષ્ટ કરવા પાછળ જનારા પગ મિથ્યા છે.
[૪: આ કડીમાં બાકી રહી જતી ધ્રાઇકિય જ આવે છે, એમ માનવું જોઈએ. ]
बिरथी साकतकी आरजा। साच बिना कह होवत सूचा ॥१॥ बिरथा नाम बिना तनु अंध । मुख आवत ताकै दुरगंध ॥२॥ बिनु सिमरन दिनु रैन बृथा बिहाइ । मेघ बिना जिउ खेती जाइ ॥३॥ गोबिद भजन बिनु बृथे सभ काम । जिउ किरपनके निरारथ दाम ॥४॥ धन्नि धन्नि ते जन जिह घटि बसिओ हरि नाउ । नानक ताकै बलि बलि जाउ ॥५॥