________________
-શ્રીસુખમની ત્યારે જોયું તે ગુરુનું આખું શરીર દાઝીને ફોલ્લા ફેલ્લા થઈ ગયું છે. મિયાંએ ગુરુને વિનંતી કરી, “મને રજા આપે તે હું આ દુઃખમાંથી મુક્તિ માટે અને આ ઘાતકી મારાઓને ઘટતી સજા કરવા બાદશાહને વીનવું.” ગુરુએ મિયાંને ઊંચે આકાશ તરફ નજર કરવા કહ્યું. તે જુએ છે, તો તેને અનેક દેવદૂતો, આ ઘાતકીઓને સંહાર કરવા દેવાની ગુરુ આગળ રજા માગતા દેખાયા ! મિયાં સમા ; ને ગુરુને પૂછે, “આવી તમારી વિભૂતિ છતાં શું કામ આ બધું સહે છે?” ગુરુએ કહ્યું, “સતનામના શીખવનારાઓને આ બેધ છે કે, દુઃખમાં ધીરજ ન ખોવી કે ખુદાને દેષ ન દે. શ્રદ્ધાની સાચી કસોટી જ દુઃખ છે. વળી જેની પાસે સિદ્ધિશક્તિ છે, એ જે એને જોરે પિતાને ધર્મ રાખે, તે જેમને એ નથી એઓ બિચારા ધર્મ છોડીને જ ઊભે એમ ને ? એમ ધડે બેસાડનાર તે ધર્મને શત્રુ ઠરે અને ખુદાને અકારે લાગે. અને જો હું કાંઈ ચમત્કાર કરું તે તેથી આ નશ્વર શરીર જ બચે કે બીજું કાંઈ ? ઈશ્વરનું ધાર્યું થાય છે એમાં બદલવાને ગર્વ કરનાર હું કેણ વળી ? ” આ ઉત્તરથી ગુરુની ધૈર્ય શક્તિ ને અડગતાથી ચકિત થઈ મિયાં એમનાં વખાણુ કરતા વિદાય થયા. ગુરુને શિક્ષાઓ ચાલુ જ રહી.
ચંદુની પુત્રવધૂ એક શખકન્યા હતી. ગુરુના ત્રાસજનક દુઃખની કહાણીથી એ પોતાને ને પોતાની અસહ્ય દશાને ફિટકારવા લાગી : “અરે, હું તે કેવી કમભાગી કે ગુરુના પાપી શત્રુની જ પુત્રવધૂ! ગુરુ ભૂખેતરસે તાપ અને અગ્નિથી મરે ને હું કાંઈ ન કરી શકું?” એક દહાડે રાતે ગુરુના પહેરાવાળાને લાંચ આપી તે ગુરુને શરબત વગેરે આપવા ગઈ. શીખકન્યા જાણું ગુરુએ એને આશીર્વાદ આપ્યા, પણ ચંદુના ઘરની ચીજ ન સ્વીકારી. ત્યારે દુઃખી બિચારી સ્ત્રીએ એટલું જ માગ્યું કે, “પરલોકમાં મનેય સાથે જ લેજે.”
એક દહાડે ગુરુએ પોતાના પાંચ શી જોડે જઈ રાવી નદીમાં સ્નાન કરવા રજા માગી. કેઈ જેડે તે બોલચાલે કે માર્ગ