________________
શ્રીસુખમની [ ગ્રંથસાહેબના બધા ખંડની શરૂઆતમાં જપજીની શરૂઆતમાં મૂકવામાં આવેલ મંગળ-વચનના મનપસંદ ભાગે મૂકવામાં આવે છે. આખું મંગળ-વચન આ પ્રમાણે છે –
१ ॐकार सति नामु करता पुरखु निरभउ निरवैरु अकाल मूरति अजूनी सैभं गुर प्रसादि ॥
“સુખમનીના પ્રારંભમાં એમાંથી ૧ ર ત ગુર પ્રાર એટલે ભાગ લીધે છે.
શ્લોકને ઉચ્ચાર સંસ્કૃત જે છે; પણ તેની ભાષા “હિંદવી કે “ગાથા છે.
શ્લેકમાં ચાર વખત નમસ્કાર કહ્યા છે એટલે પિતાની આગળ થઈ ગયેલા ચાર ગુઓને –ગુરુ નાનક, ગુરુ અંગદ, ગુરુ અમરદાસ, અને ગુરુ રામદાસને – નમસ્કાર કરેલા છે, એમ સૂચિત થાય. ગુરુ રામદાસ પંચમગુરુ અર્જુનના પિતા પણ થતા હતા. તે પહેલાંના ગુરુ વંશપરંપરાથી નહિ, પણ શિષ્ય પરંપરાની રીતે આવ્યા હતા.
બ્લેકમાં “આદિગુરુ', “જુગાદિગુરુ”, “સદગુરુ અને શ્રીગુરુદેવ” એમ ચારને સંબોધન છે, પણ તે ચાર રીતે એક પરમાત્માને જ સંબોધન છે, એમ માનવું જોઈએ. યોગસૂત્રમાં જણાવ્યા પ્રમાણે પરમાત્મા “ગુwાં ગુણ: હેઈને આદિગુરુ છે જ. યુગના આદિમાં પણ તે જ હતા, કારણ કે તે “અનિ - સ્વયંભૂ છે. વળી તે આદિમાં સત્ હતા, અત્યારે પણ સત છે, અને ભવિષ્યમાં પણ સતુ હશે – એટલે તે સાતિ -સ્વરૂપ જ છે. શ્રીગુરુદેવ” એ ચેથું સંબોધન દેના પણ ગુરુ, એટલે કે, દેવોના પણ દેવ” એ અર્થમાં પછી લેવાય છે.