________________
શ્રીસુખમની ગુરુ અનેક સાધનાઓને દેષ બતાવે છે: હુ મેહુ જ નાટ્વઅહંમ નથી છૂટતા. એને માટે તે નામસ્મરણ દ્વારા પ્રપત્તિ જ જોઈએ. (સાવિ દ ાર છો. )
નામસ્મરણની સાથે – લગભગ એના અનિવાર્ય સાથી જેવાં – સત્સંગ અને ગુમુખતા તે હેય જ. એ વસ્તુને ડેઘણે ઈશારો વાચક આદિ અષ્ટપદીથી જોશે. ભક્તિના પાયારૂપ એવી નમ્રતા, નિરહં. કારિતા શીખવવા આ સાદું અને સર્વને સુલભ એવું સાધન છે.
જ્યાં જોઈશું ત્યાં જણાશે કે ભકતને ધર્મ સામાન્ય લેકસમૂહ માટે જ હોય છે. એમનું ધર્મસાધન સાદું, સરળ છતાં સચેટ અને સૌને સમજાય એવું રામનામ હોય છે. એમની સાધના, “સ્ત્રીઓ, વૈશ્ય, તથા રાક અને પાપ નિ હોય એવા પણ જેને લઈને તરે એવી હોય છે. આ અષ્ટપદીમાં આ ભાવ થોડીક સુંદર કડીઓમાં મૂકી દીધું છે. જુઓ, નિરવન વહે ધન તેરો નાર, નિચાવે વE ના તેરા થાય (૩: ૭) વગેરે.
જેમ બાળકને મન માતા સત્ય છે; એટલે ગમે ત્યાં, ગમે ત્યારે, તેની મા પાસે હોય કે ન હોય – કેમ કે તેને તો તે સદા હાજરા હજૂર છે –બાળક સંકટ સમયે એ મા એમ જ બોલશે અને એ એની તારણહાર બૂમ એને જપ જ બની જાય છે. અને કણ કહી શકે એ હાલી આર્તનાદ જે છે ? શું તેનાથી બાળકના જીવને શાંતિ, વૈર્ય અને સહાયતા નથી મળી રહેતાં ?
ભક્તની સ્થિતિ જ્ઞાનપૂર્વક પણ આવી જ હોય છે. એને મન નામ એ એના વાચ્ય પ્રભુનું પ્રત્યક્ષીકરણ સાધવાનું સાધન છે. નામથી એ નામધારી, પરમ અનામી પ્રભુને યાદ કરે છે. એથી જ ગુરુ નાનકના મૂળ મંત્રમાં જ્ઞાન થયા પછી પ્રથમ ઉચ્ચારેલી વાણીમાં, આ પ્રથમ બેલ છે :
१ ॐकार सति नामु'