________________
असटपदी ३
सलोकु बहु सासत्र बहु सिमृती
पेखे सरब ढढोलि । पूजसि नाही हरि हरे नानक नाम अमोळ ॥३॥
શબ્દાર્થ [ પૂજ્ઞસિ = સમાન થવું, તેલે આવવું. ]
અષ્ટપદી ૩ •
અનેક શા અને અનેક સમૃતિઓ – બધાં ઉથલાવી જોયા; પણ હરિહર–પરમાત્માના નામની તેલે કઈ ન આવ્યાં; હે નાનક, નામ (ખરેખર) અમલ છે. [૩]
આ ત્રીજી અષ્ટપદીમાં એ જ નામસ્મરણ – મહિમા આગળ ચાલે છેઃ કર્મ, ધર્મ, તપ, તીર્થ, યોગાદિ અનેક માર્ગો છે; પણ એ બધા “નહિ તુલ્ય રામનામ વિચાર, એ ભાવ અહીં બતાવ્યો છે. આ અને આવા પ્રકારની બીજી અષ્ટપદીઓમાંથી સમાજશાસ્ત્રી તે જમાનાના લેકની ધર્મસાધનાના પ્રકારે વિષે જ્ઞાન મેળવી શકે. એવા અનેક આડંબરયુકન અને સત્વહીન રૂઢિગત પ્રકારો જોઈને જ ગુરુ નાનક જેવા સત્યશીલ આત્માને અકળામણ થઈ હશે, અને એમાંથી જ પાછા સત્ય માર્ગની શોધ કરવા તે પ્રેરાયા હશે.