________________
શ્રીસુખમની
૨-૮
આ હરિનું નામ (ઈરછેલું આપનાર) કલ્પવૃક્ષ છે હરિને ગુણસમૂહ (ગા) કામધેનુ સમાન જ જાણે. (૧)
હરિની કથાવાર્તા સૌથી ઉત્તમ છે; હરિનું નામ સાંભળતાં દુઃખ અને દરદ તણે છે. (૨)
નામને મહિમા સંતેના હદયમાં વસે છે, તેમના પ્રતાપે બધાં પાપ દૂર થઈ જાય છે. (૩)
મેટું ભાગ્ય હોય તે સંતને સંગ મળે; સંતની સેવા વડે (માણસ નામનું ધ્યાન ધરી શકે છે. (૪)
નામ સમાન બીજી કઈ વસ્તુ જ નથી; હે નાનક, ગુરુને સંગ પામનાર કેઈ (બડભાગી) માણસને જ તે મળે. (૫)
[ ૪-૫ નામ અને પરમાત્માને એકરૂપ ગણીને જ શીખ - ગુરુઓ નામને મહિમા ગાય છે એ ભૂલવું ન જોઈએ. નામ-જપ એ કેવળ મેઢાથી થતે જડ જપ નથી – પણ યોગસૂત્રમાં કહ્યું છે તેમ તન: તર્થમાનમ્ - અર્થાત્ (કારને) જપ એટલે તેના અર્થની – પરમાત્માની ભાવના એટલે કે ધ્યાન. એટલે જ અહીં નામનું દયાને એ શબ્દ વાપર્યો છે. નામનો જપ તે કઈ પણ માણસ બનાવી શકે; પણ તે નામના અર્થની ભાવના તે ગુર પ્રતાપે – સંતપ્રતાપે જ પ્રાપ્ત થાય, એમ છેવટે કહ્યું છે.]
૧. મૂળ પરગત = પારિજાતક વૃક્ષ. સમુદ્રમંથનમાંથી પ્રાપ્ત થયેલ રત્નરૂપ વૃક્ષ. સામાન્ય અર્થ સ્વર્ગ–વૃક્ષ જ થાય. પણ અહીં કલ્પવૃક્ષ તરીકે એ શબ્દ વાપર્યો છે એ ઉઘાડું છે. –સંપા
૨. ઈચ્છેલું દોહી આપનાર ગાય. -સંપા