________________
શ્રીસુખમની
૧-૭
પ્રભુસ્મરણથી કાર્ય પૂરાં થાય છે; પ્રભુમરણ કરનારે કદી ઝૂરત નથી. (૧)
પ્રભુના મરણથી વાણુ હરિગુણ ગાતી થઈ જાય છે, અને તે માણસ સહજ-સમાધિમાં સમાઈ જાય છે. (૨)
પ્રભુસ્મરણથી નિશ્ચલ આસન પ્રાપ્ત થાય છે, અને હૃદયકમળ વિકસે છે. (૩)
પ્રભુના સ્મરણથી અનાહતનાદ સંભળાતે થાય છે, પ્રભુમરણના સુખને અંત કે પાર નથી. (૪)
જેના ઉપર પ્રભુની કૃપા હોય તે જ તેનું સ્મરણ કરી શકે, નાનક તેવા જનને શરણે જાય છે. (૫)
हरि सिमरनु करि भगत प्रगटाए । हरि सिमरनि लगि बेद उपाए ॥१॥ हरि सिमरनि भए सिद्ध जती दाते । हरि सिमरनि नीच चहु कुंट जाते ॥२॥ हरि सिमरनि धारी सभ धरना । सिमरि सिमरि हरि कारन करना ॥३॥ हरि सिमरनि कीओ सगल अकारा । हरि सिमरनि महि आपि निरंकारा ॥४॥
૧. યોગસાધનામાં પ્રથમ સ્થિર આસને લાંબે વખત બેસવાનું સિદ્ધ કરવાનું હોય છે, જે બહુ કઠણ હોય છે. પરંતુ પ્રભુસ્મરણમાં લીન રહેનારને એ વસ્તુ સહેજે સિદ્ધ થઈ જાય છે, એવો ભાવ છે. –સંપા