________________
ગુરુ અર્જુનદેવ
૩૭ પર થોભે નહિ એ જાપ્તો રાખી, સિપાઈના પહેરામાં તેમને જવા દીધા. ફોલ્લા ઊઠેલા પગે ધીમે ધીમે ને પિતાના શીબેને અવલંબીને ચાલતા ગુરુને જે વસ્તીના લેક દુઃખ કરવા લાગ્યા. બધો વખત ગુરુ તે એકાગ્ર ચિતે દયાનમગ્ન જતા હતા. નદીએ પહોંચી જઈને પાઠ કરતાં કરતાં એમણે સ્નાન કર્યું. બાદ શીખેને અંતિમ સંદેશો આપ્યો : “મારું જીવન કૃતકૃત્ય થયું. જઈને મારા પુત્ર હરગોવિંદને પૂર્ણ સાંત્વન આપજે ને કહેજે કે શોક ન કરે, પણ પ્રભુનાં ગુણગાન કરે. બધાં કુટુંબોને શોક ન કરવા દે. ગુરુગાદી પર શસ્ત્રસજ્જ બેસે ને લશ્કર રાખે. ભાઈ બુધાની આમન્યામાં રહે, અને એક શસ્ત્ર સિવાય બધી બાબતમાં પૂર્વગુરુઓને પંથે ચાલે. મારું શબ બાળતા નહિ. પણ આ નદીમાં વહેતું મૂકજો.”
પછી શાંતિમાં ગુરુએ સં. ૧૬૬૩ના જેઠ સુદ ચોથને રેજ (ઈ.સ. ૧૬૦૬, જુન) દેહ છોડ્યો. ચંદુની પુત્રવધૂએ આ સમાચાર સાંભળ્યા કે તેને પણ જીવ ઊડી ગયો. એ શ્રદ્ધાધન બાઈનું શબ કેટલોય વખત એના ઓરડામાં જ પડ્યું રહ્યું; કેમકે કેઈને ખબરે ન પડી કે તે ગુજરી ગઈ! ગુસ્ના વેરીની પુત્રવધૂ બન્યાના પાપથી એ આ રીતે જ મુક્ત થઈ શકી.
આમ ટૂંકમાં, હિંદના એક સમર્થ સત્યાગ્રહી વીરની જીવનકથા છે. પચીસ વર્ષના ગુરુપદમાં આ મહાન સંસ્થાપકે શીખધર્મને સુદઢ અને સ્વરૂપબદ્ધ કર્યો; પંજાબમાં એક વિશાળ પ્રજાશકિતને જન્મ આપ્યો; અને, મોટામાં મેટું તે એ કે, એમ કરતાં પોતે આહુત થયા. જહાંગીરે એના “તેઝાક'માં લખેલા નીચેના શબદ છે. તેજાસિંગે, પિતાના “Growth of Responsibility in Sikhism માં ગુરુના શુદ્ધ બલિદાનના પુરાવામાં ટાંકા છે ,
૧. શીખ ઈતિહાસકાર મેકેલીફના પુસ્તકનાં આધારે આ સંદેશ છે.