________________
૩૪
શ્રીસુખમની પણ ઈશ્વરભજનમાં શ્રદ્ધા રાખી રહેવું.' પછી પિતાના પાંચ શીને સાથે લઈ તે લાહોર પહોંચ્યા.
પ્રથમ તે બાદશાહ ગુરુને માન આપીને ચાલવા તૈયાર હતો. પણ ખુશરુને કરેલી મદદ યાદ કરાવી ચંદુએ એને ઉશ્કેરી રાખ્યો હતા. ગુરુ આવતાં તેણે કહ્યું, “તમે સંત પુરુષ ને ગુરુ કહેવાઓ, છતાં ખુશરુને મદદ કરી ?”
ગુરુ કહે, “મારે મન મનુષ્યમાત્ર સરખા છે. શત્રુમિત્ર, હિંદુમુસલમાન, ગરીબતવંગર એવા કશા ભેદ કે રાગદ્વેષ મને નથી. તેથી જ હું ખુશરુને મદદ કરવાને પ્રેરાયે, નહિ કે તે બાદશાહને શત્રુ હતે માટે તે દુઃખી દશામાં હતે; વળી તમારા પિતા અકબરને મારા પર પ્રેમ પણ હતું. એ દયાનમાં લઈ હું મદદ ન કરું, તે જગત મને કૃતઘ, ક્રૂર અને તમારાથી ડરેલો કહે. જગદગુરુ નાનકના શીખને માટે એમ કહેવાય એ કેવું અઘટિત?”
આવા સાફ સાફ ઉત્તરથી જહાંગીરનું રંજન થાય એમ નહોતું. તેણે ગુરુને બે લાખ રૂપિયા દંડ કર્યો, અને હુકમ કર્યો કે ગ્રંથમાંથી હિંદુ મુસલમાન ધર્મ વિરુદ્ધનાં ભજને તેમણે કાઢી નાંખવાં. એટલે ગુએ કહ્યું, “જુઓ, મારી પાસે જે ધન છે તેને ઉપયોગ એક જ હોય; અને તે અતિથિ, ગરીબગરબા અને નોધારા માટે છે. તમારે ધન જ જોઈએ તે મારી પાસે હોય તે લઈ લે, પણ દંડ તરીકે માગે તે મારી પાસે આપવાની એક કડી પણ નથી. દંડ તે રડાકુ પાસેથી હોય, મારા જેવા સાધુસંન્યાસી પાસેથી ન શોભે. અને ગ્રંથસાહેબમાંથી ભજને કાઢવા બાબત તો, એક અક્ષર પણ નહીં નીકળી શકે. એક અજરઅમર સતનામ કર્તાપુરુષ” પ્રભુને હું ભજનારો છું. એણે ગુરુઓને જે જ્ઞાન સુઝાડયું એને એ સંગ્રહ છે. એમાંનું કશું જ કઈ ધર્મને ઉતારી પાડનાર કે નિંદક નથી. સત્ય-ધર્મને પ્રચાર અને અસત્યને નાશ એ જ મારું જીવનલક્ષ્ય છે. અને એ