________________
શ્રીસુખસની
૧
ઉપદેશામૃત સાંભળ્યું, 'ગુરુકા લંગર'માં ભેટ ધરવા રજા માગી. તે વ હીક નથી એમ ગુરુના કહેવા પરથી, અને ગુરુના સત્સંગની યાદગીરીમાં, અક્બરે પ ંજાબનું તે વર્ષનું મહેસૂલ માફ કર્યું. આમ અક્બરના સમયમાં ગુરુના રાજ સાથે સંબંધ સારા નીવડયો, અને ચંદુ તથા પૃથ્વીચંદના હાથ હેઠા પડી.
३२
અકબર પછી જહાંગીર ગાદીએ આવ્યા. તેની કારિ દરમિયાન ગુરુને હાથે એક એવુ કામ થયું જેથી તેમના શત્રુના હાથ પાછા સબળ થયા. જહાંગીરને પેાતાના પુત્ર ખુશરુ સાથે અણબનાવ હતો એટલે એ ખુશરુને પકડવા ચાવતા હતો. અઘાનિસ્તાન તરફ ભાગતા ખુશરુ વચ્ચે ગુરુના આશ્રય ખોળતો આભ્યા. શરણાગતવત્સલ ગુરુએ તેને ગરીબ દુઃખી જાણી કાંઈક મદદ કરી. અાર જોડે એ પણ એમને મળેલા, એથી કાંઈક ઓળખાણ પણ ખરી; અને એને રાહત આપવાથી અકબર જોડેની સારાસારીને પણ બદલા વળશે, એમ કૃતજ્ઞ ગુરુએ માન્યું. આવી જાતને વિચાર કરીને
૧. અકબરે પ્રાથના કરી કે મને શાંતિ ને સુખ મળે એવા ઉપદેશ કહા. ત્યારે ગુરુએ એક ભજન ગાયું, જે નાનકપ્રણીત ધર્મનું વ્યાપક સાવ ભૌમત્વ ટૂંકમાં કહી દે છે ઃ
कोई बोले राम राम, कोई खुदाई । कोई सेवे गुसइआ, कोई अलाई । कारण करण करीम, किरपाधारी रहीम ॥ कोई नावे तीरथि, कोई हज जाई । कोई करे पूजा, कोई सिरु निवाई ॥ कोई पड़े बेद कोई कतेब । कोई ओढे नील, कोई सुपेद ||
कोई कहे तुरकु, कोई कहे हिन्दु । कोई बाछे भिस्तु, कोई सुरगिंदु || कहु नानक जिनि हुकमु पछा। । प्रभसाहिबका तिनि भेदु जाता ॥