________________
શ્રીસુખમની પસંદગી એના પ્રોહિતે ગુરુપુત્ર હરગોવિંદની કરી. ચંદુને આ હલકી સગાઈ લાગી. “ગુરુ, ભિખારી, ભેટે પર જીવનાર અને ધર્મભ્રષ્ટ, ગમે તેની જોડે ખાયપીએ, એની જોડે મારા જેવાને સંબંધ! ” આમ એની લાગણી હતી. પરંતુ યોગ્ય વરની તંગી અને હરગોવિંદની પૂરી લાયકાત તથા ગુરુપદને વાર જોઈ ચદુની પત્નીએ વેવિશાળ કરવાનું નકકી કરાવ્યું અને મારું કરવાનો કાગળ ચંદુ પાસે લખાવ્યો.
ચંદુના મદાંધ વચને અને ગુરુનાં તેણે કરેલાં અધિક્ષેપ તથા નિંદાની દિલ્હીના શીખોને જાણ થઈ હતી. એમને થયું કે, ગુરુનિંદકની પુત્રી ગુરુ સ્વીકારે એ અપમાન છે. એટલે એમણે દેતે કાસદ મોકલી ગુરુને કહાવ્યું કે મારું ન સ્વીકારવું. શીખોની ઈચ્છાને માન આપી ચાલવાને ગુરુવરને ધારો છે, એમ કહી, ગુરુએ માગું પાછું ઠેલ્યું અને ચંદુના માણસોની હાજરીમાં બીજું વેવિશાળ સ્વીકાર્યું.
સરા-અંધ ચંદુથી આ અપમાન સાંખ્યું જાય એમ નહતું. હવે તેણે મનમાં ગાંઠ વાળી કે, ગુરુ પાસે માગું સ્વીકારાવું, નહિ તે એના પર વેર વાળું. આમ પૃથ્વીચંદ ઉપરાંત ગુરુને ન વેરી જા. ચંદુએ વિવેકની ભાષા વાપરી પોતાને આ નિશ્ચય ગુરુને જણાવ્યો પણ ખરો : “માની લે તે લાભ છે. રાજ દરબારમાં તમારું માન વધશે. પુત્રને ભારે પરઠણ મળશે. અને મારા જેવા સગો પામી પૃથ્વીચંદને સહેજે કાબૂમાં રાખી શકશે. નહિ માને, તે પછી હું જોઈ લઈશ.”
ઈશ્વરમાં શ્રદ્ધાળુ ગુરુને આ લાલચ કે ધમકીથી શી અસર થાય ? એમણે તે સત્યની રાહે ઉત્તર વાળ્યું કે, “ધનને મદ બૂરે છે. બધાં અહિત એમાંથી જન્મે છે. કહેજો કે તમારી સાથે સંબંધ નહિ બાંધી શકાય. શીખોની ઈચ્છાને માન આપી ગુરુ ચાલે એ