________________
શ્રીસુખમની एह वसतु-तजी नह जाई नित नित रखु उरि धारो ।
तम संसारु चरन लगि तरीऐ सभु नानक ब्रह्मपसारो ॥
[ આ થાળમાં ત્રણ વાનીઓ પીરસી છે : સત્ય, સંતોષ અને વિચાર. અને સર્વના આધારરૂપ એવું ઈશ્વરનું જે અમૃતનામ છે તે પણ છે. જે કોઈ એને ખાશે ને તેમાં રાચશે તેને ઉદ્ધાર થશે. આ વસ્તુ કદી ન તજતા : રોજ ઉરમાં રાખીને રહેજે. અંધારસાગરમાં પ્રભુચરણે પથે તરાશે. નાનક કહે છે, વિશ્વ બધું પ્રભુને પસારે છે.J.
અને આ અંતિમ વાક્ય કહીને પોતા તરફથી ગુરુ ધન્યતા બતાવે છે: “હે પ્રભુ, તે મારે માટે શું શું કર્યું છે એ હું ક્યાં જાણું છું છતાં તે મને તારી સેવામાં લીધે. હું ગુણહીન છતાં તે મારી પર કૃપા કરી મને સશુરુ મળ્યા. જે તારું નામ મને મળે તે હું -જીવીશ, અને મારાં તનમન તારી સેવામાં તાજાં ને તત્પર રહેશે.”
ગુરુ અજુન નિજકાર્યમાં રત રહેતા હતા અને શીખોની સેવામાં જ મગ્ન હતા. પરંતુ તેમના ભાઈ-ભાભીનું ઝેર તે કેમે શમતું નહોતું. એક દહાડો તેમની ભાભી તેના પતિ પૃથ્વીદાસને કહે,
જો તમે તમારા પિતાની યોગ્ય સેવા કરી કૃપાપાત્ર બન્યા હતા, તે કેવું સારું થાત ! તે હું ગુરુ પત્ની બનત. આ તે નાનો દીકરો ગુરુ થયે, રાજમહારાજા તેને નમન કરે છે ને ધનના ઢગ તેને ત્યાં વળે છે. આપણે ત્યાં શું છે ?”
પૃથ્વીદાસ કહે, “અરે, તું તે કેવી સદ્દભાગી છે ! તારો પુત્ર ઓછું મેટું ધન છે! અર્જુનને કયાં કોઈ વારસ છે? એટલે તારે દીકરે ગુરુ થશે, અને ધન તે આજ છે ને કાલે નથી.” ગુરુ ઘેર પુત્ર નહોતું એટલે આમ પૃથવીદાસ માનતા. પણ તેવામાં ગુરુને ત્યાં પુત્ર જન્મ્યો, એટલે આ માન્યતા જુઠી પડી. હવે ? લેભી