________________
ગુરુ અર્જુનદેવ
૨૭. તેમાંથી ગ્રાહ્ય ભાગ વીણું કાઢયા. આ રીતે સાચે જ ગુરુગ્રંથ “સંતનું સંમેલન” છે. એમાં આપણે જયદેવ, નામદેવ, ત્રિલેચન, રામાનંદ રામાનુજ, સદને, ધનો, પીપો, કબીર, રવિદાસ તથા મુસલમાન ફકીર ફરીદ ને ભીખનનાં વીણી કાઢેલાં ભજન સંગૃહીત જોઈએ છીએ. નભાઇ, ચિઘન, મહીપતિ, ગણેશ દત્તાત્રેય, ડાહ્યાભાઈ ઘેલાભાઈ પંડિત વગેરેએ પ્રાંતીય ભાષાઓમાં મધયકાલીન સંતે વિષે લખેલા ગ્રંથે પણ ગુરુએ તપાસાવી લીધા હતા. મીરાંબાઈનાં ભજન પણ ગુરુએ જોયાં હતાં. તેની કૃષ્ણભક્તિની મૂર્તિપૂજાને કારણે તેમને ગ્રંથમાં સ્થાને નથી અપાયું. આ રીતના સંપાદનથી ગ્રંથમાં ભાષાવિદાય પણ ભારે એકઠું થયું છે. ગુરુઓની પંજાબી ઉપરાંત “ફારસી, મદયુગીન પ્રાકૃત, હિંદી, મરાઠી, જૂની પંજાબી, મુલતાની અને બીજી અનેક દેશી ભાષાઓના ભજન એમાં છે. કેટલાંક ભજનમાં સંસ્કૃત તથા અરબી શબ્દોને પણ ઠીક ઠીક પ્રમાણમાં ઉપયોગ થયેલે છે.”
આ રીતે બધી સામગ્રી જોઈ કાઢયા પછી ગુરુએ ભાઈ ગુરુદાસને તે બધી લખાવી દીધી અને એ મહાન ધર્મસ્થાપનના કાર્યની સં૦ ૧૬૬૧ના ભાદરવા સુદ ૧ ને રોજ પૂર્ણાહુતિ કરી. ગ્રંથને અંતે ઉપસંહાર તરીકે મુંદાવણી લખીને તેમણે ગ્રંથસમાપ્તિ કરી. આ મુંદાવણીમાં ટૂંકમાં ગુરુએ પોતાની સંપાદનદષ્ટિ અને ફલશ્રુતિ પણ કહ્યાં છે :
थाल विचि तिनि वसतु पइओ सतु सन्तोखु विचारो । अंमृत नामु ठाकुरका पइओ जिसका सभसु अधारो । जे को खावै जे को भुंचै तिसका होई उधारों ।
૧. આ હકીકતોમેં મુખ્યત્વે મૅકેલીફકૃત ગ્રંથમાંથી તારવેલી છે. નામોની યાદીમાં એક ગુજરાતી નામ પણ છે. તે ડાહ્યાભાઈ ડિત તે કોણ, કયાંને, એમની કૃતિઓ કઈ, વગેરે પર કઈ વિદ્વાન દૈતિહાસકાર પ્રકાશ પાડશે