________________
ગુરુ અર્જુનદેવ
,
આમ શીખેની શ્રદ્ધાભક્તિના પ્રતીકરૂપ મંદિર ને સરેવર પૂરાં થયાં. હવે તેમાં દેવની પ્રતિષ્ઠા કરવાની રહી. કયા દેવને તેમાં પધરાવવા ? શીખક મુસલમાનની જેમ મૂર્તિભંજક તે નહોતા, છતાં ત્યારે હિંદુઓની જેમ મૂર્તિપૂજક પણ કયાં હતા ? એક
સતનામ નિર્ભય નિર્વેર અકાલ પ્રભુ” અને તેને માર્ગ દેખાડનાર ગુર – એ એમની એકમાત્ર વ્યાપક ને સીધી માન્યતા હતી. એને અનુરૂપ એમણે હરિમંદિરની પ્રતિમા શોધી. ગુઓની વાણી એ જ સાચે ગુરુ છે એમ સમજી ગુરુ અને પૂર્વના ગુરુઓની વાણીને સંગ્રહ કરી તેના ગ્રંથને દેવસ્થાનમાં મૂકવા ધાર્યું. અને ગુરુનાં દ્વાર હરેકને માટે ખુલ્લાં હોય છે એ સૂચવવા હરિમંદિરને ચાર બાજુ ચાર દરવાજા મુકાવ્યા ને તે બધે વખત ખુલ્લા રહે એમ વ્યવસ્થા કરી. આમ ગુરુ ગ્રંથસાહેબનું સંપાદન ને તેમને ઈષ્ટદેવ બનાવી શીખોના ધર્મસંગ્રહનું એક મોટું કામ ગુરુ અજુને પૂરું કર્યું.
બીજી બાજુથી જોતાં પણ, તરતમાં ગ્રંથસાહેબની રચના કરવાની જરૂર ઊભી થઈ હતી. ઝેરીલો પૃથ્વીચંદ ગુરુને પદભ્રષ્ટ કરવા ને પોતે ગુરુ બનવા અનેક રસ્તા લેતો હતો. તેમાં તેણે એમ પણ કરવા માંડયું કે તે પૂર્વ ગુઓને નામે ભજન બનાવવા લાગ્યો. આમ જે ચલાવવા દેવાય, તે લાંબે કાળે ગુરુઓની શુદ્ધ વાણી નાશ પામે ને સાથે તેમને સાચે ઉપદેશ પણ ન સમજાય. એટલે પણ અર્જુનદેવને થયું કે, શીખોના સન્માર્ગદર્શનને ખાતર પણ ગુરુઓની સાચી વાણીને સત્તાવાર સંગ્રહ તો હોવો જ જોઈએ. એ રીતે પણ, ગુરુઓની નિર્મળ વાણીને ભેગી કરી સત્તાવાર સંધરવાની જરૂર હતી. એ કામ કરવામાં ગુરુ અજુનદેવે જે ભાવના, પ્રીતિ તથા વિવેક વાપર્યા છે, તે આદરણીય છે.
પ્રથમ ચાર ગુરુઓની વાણુ તેમના વારસો- પાસે છૂટી પડી હતી, તે મેળવવાનું અઘરું કામ ગુરુએ પહેલું હાથ પર લીધું. ત્રીજા