________________
२३
ગુરુ અર્જુનદેવ દેશાવરથી અનેક દર્શનાથી ત્યાં આવતા. શીખો તથા સાધુઓ પણ આવતા. ગુરુ હોય ત્યાં રસોડું તે હોય જ. ન્યાતજાતના ભેદભાવ વિના બધા ત્યાંથી રસોઈ મેળવી શકતા. આમ અમૃતસરનું ખોદકામ, પ્રાચીન આર્યોના યજ્ઞસત્રની પેઠે, એક સત્રપર્વની રીતે ચાલતું હતું. ગુરુ અર્જુને એ જ પરંપરામાં એ કામ આગળ ચલાવ્યું. એ જ સીસમવૃક્ષ નીચે રોજ એ બેસતા ને બે સરોવરનું ખોદકામ તથા રામદાસપુરની આગળ આબાદીની વૃદ્ધિનું કામ એ જોતા. સંતેષસરનું કામ ઝટ પૂરું થયું. પણ અમૃતસરની પાછળ વધારે જહેમત લેવાની હતી. તેનું મોટા ભાગનું ખોદકામ તે ગુરુ રામદાસના સમયમાં જ પૂરું થયું હતું. અજુનદેવને તેની ચોતરફ એવારા બંધાવવાના હતા ને પાકું તળિયું કરાવવાનું હતું. ઉપરાંત એમણે એક નવી યોજના વિચારી છે, એ સરોવરની મધ્યમાં એક મંદિર બંધાવવું. શીખેને આ પેજને ગમી ને તેમણે કહ્યું કે, મંદિર–જે “હરમંદિર” અથવા દરબાર સાહેબ કહેવાય છે–આસપાસનાં મકાને કરતાં ઊંચું બાંધીએ જેથી તે પ્રતિષ્ઠિત દેખાય. ગુરુએ કહ્યું, “ના, એમ નહિ. જે નમ્ર છે તે તેની નમ્રતાથી જ પ્રતિષ્ઠા પામે છે. ફળ આવ્યેથી ઝાડ નીચે લચે છે. એટલે આપણે મંદિર એવું બાંધવું કે ગમે ત્યાં થઈને તેમાં જતાં આઠ–દશ પગથિયાં ઊતરીને જ જવાય. હરમંદિર ભલે બધાં મકાનમાં નીચું હેય.” આ મંદિર તે આજનું પ્રખ્યાત શીખ સુવર્ણમંદિર.
સરોવર ને મંદિરનું કામ પૂરું થયું. તે વખતે ગુરુએ ધન્યતાદર્શક જે ઉગારો કાઢયા, એમાંથી આ એક છે :
संताके कारजि आपि खलोईआ ।
हरि कंमु करावणि आईआ राम ॥ धरति सुहावी तालु सुहावा ।
बिचि अंमृत जलु छाईआ राम ॥