________________
શ્રીસુખમની નિવેડે પોતે જ આણી દીધે. કેટલાંક ઘર તથા શી ના લાગી તેમણે પૃથ્વીચંદના નામ પર કરી આપ્યાં; અને મહાદેવને પણ એ જ પ્રમાણે કેટલીક આવક કરી આપી; અને પોતાને માટે શીખો જે કાંઈ ભેટ ધરે એ જ રાખ્યું. પણ એ ઉદારતા તથા નમ્રતાની ભાઈઓ પર કશી જ અસર ન થઈ. પૃથ્વીચંદની સ્ત્રીએ “ઘર ફૂટ ઘર જાય”ના આ દુઃખદ પ્રકરણની આગ ઓલવાવા જ ન દીધી.
જ્યારે ત્યારે તે પૃથ્વીચંદને ટેકતી જ રહેતી કે, તમે પાટવી. હોવા છતાં ગુરુગાદી તે તમને નહિ જ ને ? શુદ્ર મનને પૃથ્વીચંદ આ મહેણાં ન સાંખી શકતા અને પિતાના ભાઈ અર્જુનની ગુસ્તી. લાયકાત જોતાં છતાં, તેને પદભ્રષ્ટ કરવા જ મથતા.
ગુરુ અને તે પિતાના ગુરુકા તરફ જ ધ્યાન દેવા માંડયું. એ કાર્ય તે ગુરુ નાનક તરફથી તેમને મળેલું; તે કર્યો જ છૂટકો... એટલે પૃથ્વીચંદને વિરોધ શમાવવા મથી, તેની ઉપેક્ષા કરી, તે નિજી કાર્યમાં પડયા.
પિતા-ગુરુ રામદાસે શરૂ કરેલા અમૃતસરના ખોદકામને. ઉલ્લેખ આગળ આપણે જઈ આવ્યા. ગુરુ અજુને ઘરને ઝઘડો. પતાવીને પહેલું એ કામ હાથ પર લીધું. આ કામની આસપાસ કેટલીય ધાર્મિક ભાવનાઓ અને ચમત્કારશ્રદ્ધા વણાઈ હતી. એટલે
આ કામની પૂર્ણતા, એક રીતે જોતાં, શીખધર્મને સંગઠિત કર્યાની નિશાનીરૂપ હતી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ને શ્રદ્ધાળુ શીખોને એ કામમાં જોડવામાં આવ્યા હતા. ભાઈ બુધ ગુરુ નાનકનો સમકાલીન એમને હાથે દીક્ષા પામેલે શીખ હતા. એ આ કામમાં મુખ્ય હતું. અને ગુરુ રામદાસ જાતે એ કામની દેખરેખ રાખતા. સરોવરની પાસે એક સીસમના ઝાડ નીચે બાંધેલા એક ઝૂંપડામાં તે રહેતા ને શીખોને તથા અન્ય સત્સંગી વગેરેને ઉપદેશ આપતા. ગુરુ ત્યાં રહેતા તેથી,