________________
૧૮
શ્રીસુખમની સરવરે પણ દાવવાનાં શરૂ કર્યા. પિતે તે કામ પૂરું ન કરી શક્યા; અને પિતાના પુત્રને વારસામાં સોંપીને ગયા. પાછળથી આ ગામ જ અમૃતસર, શીખનું મોટું ધામ બન્યું.
ગુરુ અમરદાસની બીજી પુત્રી બીબી ભાની, અજુનદેવની માતા, બહુ જ નમ્ર અને પિતા ભક્ત હતી. નાનપણથી જ તે ભક્તિ અને એકાંતની શેખી હતી. બાલોપયુક્ત ખેલરમતને બદલે કે વસ્ત્રાભૂષણને બદલે તે ભજન ગાવાની ને સાદાઈની વધારે શોખી હતી. વૃદ્ધ પિતાની સેવા અને ખાસ વ્યાસંગ હતું. તેના પતિની જેમ તે તેમને પિતા નહીં પણ ગુરુ નાનકના અવતાર સમાન પૂજ્ય ગુરુ જ લેખતી. અને તેમના પટ્ટશિષ્ય જેઠાને પતિ કરતાં એક સત્સંગી સાધુપુરુષ તરીકે વધારે માનતી.
એક વખત રાતના જયારે ગુરુ દયાનમાં બેઠા હતા, ત્યારે બીબી ભાનીએ જોયું કે ખાટલાને એક પાયો ભાગે છે. તરત બીબીએ ત્યાં પિતાને હાથ રાખ્યો ને એમ પિતા દયાનમાંથી ઊઠે ત્યાં સુધી બેસી રહી. પુત્રીની આ સેવા તત્પરતા જોઈ પિતા ખુશ થયા ને તેને વર માગવા કહ્યું. બીબીએ માગ્યું, “ગુરુપદ મારા કુટુંબમાં રહે એમ કરો.” ગુરુએ કહ્યું, “તારા બાળકની જગમાં ખ્યાતિ થશે. મહાન ઉદ્ધારક તારી કૂખે જન્મ લેશે. પણ ગુરુના નિર્મળ પ્રવાહને તે બગાડ્યો છે, એટલે પરિણામમાં ખૂબ તકલીફ અને વિદને આવશે.” બીબી ભાનીની આ મનીષા તેના પુત્ર અર્જુનના જીવનમાં ફળી; પણ ગુરુની આગાહી પણ સાચી પડી કે, ગુરુઓની પરંપરામાં મોટે ઝઘડો પડયો ને ગુરુ અર્જુનને જાન દેવો પડયો.
ગુરુ અર્જુનને જન્મ ગુરુ અમરદાસને ઘેર (ઈ. સ. ૧૫૬૩) સં. ૧૬૨૦ના વૈશાખ વદ ત્રીજને રોજ, થયો. ગુરુ અમરદાસને એ લાડકે દૌહિત્ર હતા. દાદા જોડેના તેના ખેલના પ્રસંગે ભાવિક શીખોમાં