________________
શ્રીસુખમની આવાં સત્યાગ્રહી બલિાને કિટલે બધે ભાગ ભજવ્યો હશે, તેને આંક, જેટલું મુકાય એટલે ઓછો છે. એટલું સ્પષ્ટ છે કે, જે અંધકાર આદિગુરુના સમયમાં હતું એમ આપણે શરૂઆતમાં જોયું, તે આ શુદ્ધ બલિદાનને કારણે જોતજોતામાં દૂર થયો.
જેમ જેમ શીખોનું જોર વધતું ચાલ્યું, તેમ તેમ આદિ હિંદુ તથા મુસ્લિમોને વિરોધ સક્રિય થવા લાગ્યો; અને ત્યારે, ઘડાતી પ્રજાનું બાળપણ આ સત્યાગ્રહે જ સુરક્ષિત રાખ્યું કહેવાય. ગુરુ અમરદાસને મળેલો પાઠ એમણે પોતાના શીબોને ઠીક રીતે શીખવ્યો. મુસલમાની કનડગતથી હેરાન હેરાન થઈ ગયેલા શીખોને પણ એ આમ જ કહેતા કે, “ધીરજથી સહન કરે ને શત્રુનું. પણ હૃદય પીગળે એવી પ્રાર્થના કરજે.”
બધાં જ માણસ – સ્ત્રી પુરુષ, બ્રાહ્મણ અબ્રાહ્મણ વગેરે – સરખાં છે, એ ભાવ આ ગુરુએ ખાસ કેળવ્યો. સતીના ચાલને તથા પડદાનો વિરોધ આ ગુરુએ કર્યો તે આપણે આગલા પ્રકરણમાં જોઈ આવ્યા છીએ.
પિતાને અંતકાળ પાસે આવતાં ગુરુ અમરદાસે ભાઈ જેઠા કરીને પિતાના શિષ્યનું રામદાસ નામ પાડી તેને ગાદી આપી. આ ભાઈ જેઠા (૧૫૩૪–૧૫૮૧) ગુરુને જમાઈ થતું હતું. ગુરુએ પિતાની બીજી પુત્રી બીબી ભાનીનું લગ્ન એની સાથે કર્યું હતું, અને લગ્ન પછી આ બેઉ જણ ગુરુઘેર જ રહેતાં ને ત્યાં બનતી સેવા કરતાં. તેને માટે–સસરાને ઘેર કામ કરવા માટે– ભાઈ જેઠાના કુટુંબીઓ બહુ વિરોધ કરતા. તે એક જ વાત કહે, “મારે મન એ સસરા નથી, પણ ગુરુ છે. એટલે મને એમાં હીણ પદ નથી દેખાતું. આ જેઠા અને ભાની એ ગુરુ અર્જુનનાં માતાપિતા થાય. અર્જુન તેમને ત્રીજે દીકરે હતા; પહેલાનું નામ પૃથ્વીદાસ, અને બીજાનું મહાદેવ.