________________
ગુરુ અર્જુનદેવ ગુરુએ પિતાની ગાદી જમાઈને આપી એમાં એ સગાઈથી પ્રેરાયા હતા એમ નહીં, પણ એની લાયકાત જ જોઈને કરતા હતા એ ઉઘાડું છે. ગુરુ નાનકના સમયથી એ ધારો પાડવામાં આવ્યો હતું કે, ગુરુપદ લાયક શીખને જ અપાય – એમાં યૌન સંબંધને પ્રશ્ન ન હોય. પરંતુ દિવસે દિવસે ગુરુઓની પ્રતિષ્ઠા જામતી ગઈ અને આ પદના પાર્થિવ લાભ તથા માનમરતબાથી યૌન સંબંધીએમાં ઈર્ષ્યા ઊપજવા લાગી. પહેલા ગુરુથી જ, ઓછાવત્તા પ્રમાણમાં એ જોવામાં આવે છે. ગુરુ નાનકના બે પુત્રોમાંના એકને આ સંબંધી કાંઈક લાગ્યું હતું ખરું. પરતું તે સમાહિત બની પોતાના સ્વતંત્ર માર્ગે વળેલ ને ગુરુઓને કંઈ દખલગીરી નહિ નડેલી. બીજા ગુરુ અંગદના પુત્ર દત્તએ પિતાને ગુરુપદ ન મળ્યું તેથી નવી ગાદી સ્થાપવાની ધૃષ્ટતા કરેલી. ગુરુ અમરદાસે તેની સાથે કજિયો ટાળવા ગોવિંદવાલ છોડવું, કોઈ અજ્ઞાત સ્થળે એકાંતવાસ લીધે, ને ત્યાં ભક્તિપરાયણ થઈ અજ્ઞાત રહેવા લાગ્યા. પરંતુ શીખોએ એમને જ સાચા ગુરુ માનેલા, એટલે ખેાળી કાઢયા ને અપનાવ્યા; દત્તને બળ એમ શમી ગયો. ચોથા ગુરુ રામદાસને ગાદી મળી, ત્યારે પણ એમના સાળા મોહને વિરોધ કર્યો, પણ એથી આગળ એ કંઈ કરી શક્યો નહીં. ગુરુ રામદાસે પોતાના સસરા - ગુરુને કહ્યું કે, “ ગાદી મોહનને આપ. હું નમ્ર શીખ જ છું ને એવો રહેવાનું પસંદ કરું છું.” પણ ગુરુએ, ગાદીને હક લાયકને જ છે, એ ગુરુ નાનકના ઘરનો ધારો છે, એમ જણાવી, તેને જ ગાદી આપી. પરંતુ સાથે કહ્યું કે, મેહનના વિરોધને કારણે ગોવિંદવાલ રહેવા કરતાં તું નવું ગામ વસાવી ત્યાં રહેવા જા. આ નવું વસાવેલું ગામ તે રામદાસપુર કહેવાયું. તેની પાસે ગુરુ રામદાસે સંતોષસર ને અમૃતસર એ બે
૧. આ ગામમાં ગુરુ અંગદ મોટે ભાગે રહેતા, એટલે એ ગુરધામ હતું. તેથી અમરદાસ પણ ત્યાં જ રહેતા.